Connect with us

Gujarat

રાષ્ટ્રીય દૂધ દિવસ ! દૂધ વિના એક પણ દિવસ ના ચાલે.

Published

on

 (વડોદરાતા.૨૫)

 દૈનિક આહાર શૈલીના અતૂટ અંગ એવા દૂધ વિના એક પણ દિવસ ના ચાલે. વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોની દૂધની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે પશુપાલકો અથાક મહેનત કરે છે અને વડોદરા ડેરીના માધ્યમથી સૌને દૂધ પહોંચાડે છે. વડોદરામાં દૈનિક ૫.૮૩ લાખ કિલો દૂધ એકત્ર કરવામાં આવે છે અને તેને યોગ્ય પ્રક્રિયામાંથી પસાર કરી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તા. ૨૬ના રોજ મનાવાતા રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે કેટલીક વિગતો જાણવી રસપ્રદ રહેશે.

Advertisement

ભારતીય સફેદ ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન તા.૨૬ મી નવેમ્બર નિમિતે ડેરી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ઠ યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વિશેષ દિવસ, દેશના ડેરી ક્ષેત્ર તથા સહકારી ક્ષેત્રોની સિદ્ધિઓના મહિમા મંડનનો દિવસ છે.

આ પ્રસંગે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન જિલ્લાની દૂધ સહકારી મંડળીઓમાં દ્વારા કુલ ૧૧.૫૩ કરોડ કરતા વધુ લીટર દૂધનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. આ જ સમયગાળાની સ્થિતિએ જિલ્લાની ૬૮૦ દૂધ મંડળીઓમાં ૧૦૪૬૧૩ પશુપાલકો જોડાયેલા છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા નક્કર કદમ અને પશુપાલનને લગતી યોજનાઓના સુદ્રઢ અમલીકરણના કારણે દૂધ ઉત્પાદન પણ વધ્યું છે. વર્ષ ૨૦૧૩ – ૧૪ થી ક્રમશઃ વર્ષ ૨૦૨૨-૨૩ સુધી વડોદરા ડેરી દ્વારા એકત્ર કરાયેલા આંકડા જોઇએ તો ૪.૫૩ લાખ કિલો, ૪.૭૩ લાખ, ૫.૮૫ લાખ, ૬.૫૨ લાખ, ૬.૪૯ લાખ, ૭.૧૨ લાખ, ૬.૨૪ લાખ, ૬.૧૫ લાખ, ૬.૬૬ લાખ, ૬.૦૩ લાખ કિલો દૂધ આ દાયકમાં એકત્ર કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૩-૨૪માં ૫.૮૩ લાખ કિલો દૂધ વડોદરા શહેરમાં આવ્યું છે. તેમ નાયબ પશુપાલક નિયામક ડો. ધવલ માંડવિયાએ જણાવ્યું હતું.

તમને એ જાણવાની પણ જિજ્ઞાસા થાય કે આટલું દૂધ ક્યાંથી આવે છે ? તો તેનો જવાબ છે કે, વડોદરા ડેરીમાં સૌથી વધુ દૂધ તિલકવાડાના વોરા ગામમાંથી પ્રતિદિન ૯૪૬૩ કિલો દૂધ આવે છે. એ જ રીતે જેતપુર પાવી તાલુકાના વાંકી ગામથી પ્રતિ દિન ૮૫૧૧ કિલો અને વાઘોડિયાના શંકરપૂરા ગામમાંથી ૩૩૯૨ કિલો દૂધ વડોદરામાં આવે છે.

Advertisement

પશુપાલનને હવે તો વ્યવસાય તરીકે પણ વ્યાપકપણે સ્વીકારવામાં આવી રહ્યો છે. એક પશુપાલકની આવક જાણીને તમારી આંખો પહોળી થઇ જશે ! તિલકવાડા તાલુકાના વોરા ગામના દાણાભાઇ વજેસિંહ આંબલિયા વાર્ષિક ૮૨૧૮૭ કિલો ભેંસનું દૂધ મંડળીમાં ભરે છે અને તેને રૂ. ૪૬.૨૪ લાખની આવક થાય છે. આટલી રકમનું પેકેજ તો આઇઆઇટી – મુંબઇમાં અભ્યાસ કર્યા બાદ પણ નહીં મળતું હોય !

વડોદરા જિલ્લામાં સૌથી વધુ આવક પાદરા તાલુકાના ગામેઠા ગામના પશુપાલક ઘનશ્યામભાઇ રણછોડભાઇ પઢિયારને થાય છે. તેમની પાસે ૨૫ ભેંસ અને ૧૫ ગાય છે. તેઓ વાર્ષિક ૨૬૪૧૧ કિલો ભેંસનું દૂધ અને વાર્ષિક ૨૦૫૨૩ કિલો ગાયનું દૂધ ભરે છે. આમાંથી તેમને વાર્ષિક રૂ. ૨૧.૬૩ લાખની આવક થાય છે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!