Panchmahal
હાલોલ કુમારશાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ.
(કાદિર દાઢી દ્વારા”અવધ એક્સપ્રેસ”)
હાલોલ કુમારશાળામાં ગણિત સાયન્સ ક્લબ દ્વારાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુમારશાળાનાં વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ એ બનાવેલ ઇનોવેટીવ દીવાને સી.આર.સી.કો.ઓરડીનેટર બાલકૃષ્ણ પટેલ ધ્વારા પ્રગટાવી કરવામાં આવી હતી કે જે પાણીથી સળગે છે અને તેમાં તેલ કે ઘીની જરૂર પડતી નથી.ત્યારબાદ આચાર્ય દિનેશભાઈ ધ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યુ હતું.આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિને કરવામાં આવેલ ઉજવણીમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનની આકૃતિઓને ચાર્ટ પર દોરવાની સ્પર્ધા.”સાયન્સ ફિગર ડ્રોઈંગ કોમ્પિટિશન” રાખવામાં આવી હતી.જેમાં કુલ 63 જેટલા બાળકો એ ભાગ લીધો હતો.ત્યારબાદ વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ ધ્વારા સમગ્ર શાળાના બાળકોને ગ્લોબલ વૉર્મિગ વિશે વક્તવ્ય આપી તેની અસરો અને તે નિવારવાનાં ઉપાય વિશે સમજ આપવામાં આવી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ચાર્ટમાં દોરેલ આકૃતિઓનું પ્રદર્શન સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યું હતું.ગણિત સાયન્સ ક્લબ અને સાયન્સ ટીચર પ્રવીણભાઈ ધ્વારા આ વર્ષે શાળાને જિલ્લા કક્ષાએએ વિભાગ 2 માં પ્રથમ ક્રમે આવનાર બાળકો ભગીરથ અને અયમનનું તેમજ ઇન્સ્પાયર એવોર્ડ માટે આ વર્ષે પસન્દ થયેલ સેહજાદ પઠાણનું સી.આર.સી.કો.બાલકૃષ્ણ પટેલના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમના અંતે છેલ્લા દશ વર્ષમાં વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગણિત પર્યાવરણ માં ક્લસ્ટર તાલુકા જિલ્લા તેમજ ઝોન અને રાજ્યકક્ષાએ પ્રાપ્ત થયેલ શીલ્ડ,મેડલ અને ટ્રોફીનું પણ એક નાનું પ્રદર્શન શાળાના બાળકોના પ્રોત્સાહન મળે એ હેતુસર રાખવામાં આવ્યુ હતું.સાયન્સ ચાર્ટ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં વંશકાર ભગીરથ, શેખ રેહાન અને ફૈઝ ખાનને અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.