Chhota Udepur
પાણીબાર રામ ટેકરી ખાતે નવચંડી યજ્ઞ યોજાયો
(પ્રતિનિધિ, કાજર બારીયા)
નવચંડી એ દુર્ગા પૂજા છે જે ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. નવચંડી યજ્ઞ કરવાથી ઉપાસકને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. પૌરાણિક કહેવત છે કે ફક્ત બે જ દેવતાઓ છે જે ભક્તોની પ્રાર્થનાનો તરત જ જવાબ આપે છે. તે છે દેવી ચંડી અને ભગવાન ગણેશ. પ્રાચીન ગ્રંથો મુજબ, નવચંડી યજ્ઞ સારા સ્વાસ્થ્ય, સંપત્તિ, સમૃદ્ધિ, ભોજન, આયુષ્ય, કીર્તિ, સફળતા, તાકાત આ યજ્ઞ રોગ, સંકટ, વિરોધીઓના હાથમાં પરાજયનો ભય દૂર કરે છે અને નવ ગ્રહોના દોષને શાંત કરે છે.
નવચંડી યજ્ઞ પૂજાનો અર્થ બ્રહ્માંડમાં ફેલાયેલી શક્તિઓના નવ અભિવ્યક્તિઓની પૂજા કરવા માટે પવિત્ર બલિદાનની પૂજા કરવામાં આવે છે – મા ચંડી જે દુર્ગા તરીકે પણ ઓળખાય છે. નવચંડી યજ્ઞ અને પાઠમાં વિસ્તૃત ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે જે મા દુર્ગાના તમામ નવ સ્વરૂપો પાસેથી આશીર્વાદ મેળવવા માટે હાથ ધરવામાં આવે છે જેથી સ્વસ્થ, વધુ સારી અને સમૃદ્ધ જીવનની આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
જેતપુરપાવી તાલુકાના પાણીબાર રામ ટેકરી ખાતે પ્રતિવર્ષ આસો નવરાત્રીના પાવન દિવસોમાં નવચંડી યજ્ઞનું શ્રદ્ધા-ભક્તિ પૂર્વક આયોજન કરે છે. આજ રોજ રોજ પાણીબાર રામટેકરી મંદિર ખાતે વિદ્વાન રીતેષ ત્રિવેદીનાં આચાર્ય પદે બ્રાહ્મણોના મંત્રોચાર સાથે યજમાન દ્વારા યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ પૂંજન નું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીબાર રામ ટેકરી ખાતે આવેલા હનુમાનજી મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સમસ્ત પરીવાર સાથે ભેગા મળીને પ્રસંગને દિપાવ્યો હતો. આસો નવરાત્રીના પર્વે માતાજીની પૂજા-અર્ચનાનો લાભ મેળવવા ગામના વડીલો સહીત અન્ય ગામના લોકો એ પણ યજ્ઞ માં જોડાઈ ધન્યતા અનુભવી હતી.