Vadodara
કાલોલ માં કનોજીયા સમાજના કુળદેવી ફુલમતી માતાના મંદિરે નવચંડી યજ્ઞ
ચૈત્ર મહિનામાં પવિત્ર નોરતા ચાલી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ ગામ ખાતે કનોજીયા સમાજ ના કુળદેવી ફુલમતી માતાના મંદિરે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો. તેમાં સમાજના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. સમાજ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને આગળ વધે તથા દેશની પ્રગતિમાં સહભાગી બને તે માટે હકારાત્મક વિચારો સાથે શિક્ષણ, વ્યસનમુક્તિ અને કુરિવાજો વિશે સમજ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 10 અને 12 માં ગત વર્ષે જે વિદ્યાર્થીઓ એક થી ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હોય તેઓને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સમાજમાં ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેવા પ્રતિષ્ઠિત ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞના કાર્યક્રમ બાદ સમાજમાં અવિવાહિત યુવકો તથા યુવતીઓ માટે સામૂહિક તથા પરિવારિક સંમેલન યોજવામાં આવ્યુ હતુ. સમાજના આગેવાનો દ્વારા જીવનસાથીની પસંદગી કરવાની સુવર્ણ અને ઉત્તમ તક પૂરી પાડવામાં આવી હતી જેમાં તમામ યુવક-યુવતીઓનો બાયોડેટા જાહેરમાં જણાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પણ કનોજીયા સમાજ ઉતારો ઉત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્ર સમર્પિત બનવા માટે આહવાન કર્યું હતું. સમાજના અગ્રણીઓ અને તમામ લોકોએ ફૂલમતિમાતાનો યજ્ઞ- હવન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, અને પ્રસાદ લીધો હતો.