Gujarat
વડોદરામાં નવા વર્ષની ઉજવણી માટે જરૂરી પ્રતિબંધો મુકાયા
વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં દર વર્ષે ૩૧ ડીસેમ્બરના દિવસે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષને આવકારવાના હેતુથી અલગ-અલગ પ્રકારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી પણ થતી હોય છે. આવા પર્વની ઉજવણીની આડમાં અસામાજીક તત્વો પોતે કે પોતાના માણસો / મળતીયાઓ મારફતે અલગ-અલગ પ્રકારની પાર્ટીઓ યોજી આવી પાર્ટીઓમાં ખાસ કરીને કેફી પીણા પીવા અને આવા પ્રકારની પ્રવૃતિ કરતા ઈસમો અલગ-અલગ જગ્યાઓએ જેવી કે કોઈ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે હોલમાં ખાસ કરીને આવા આયોજનો કરતા હોય છે. આવા પ્રકારના આયોજનોને બંધ કરાવવા અને અંકુશમાં રાખવા ખુબ જ જરૂરી હોવાથી આગામી તા.૩૧ ડીસેમ્બર, ૨૦૨૩ની વિદાય અને સને ૨૦૨૪ના વર્ષને આવકારવાના હેતુ હેઠળ થતી આવી પ્રવૃતિ ઉપર અંકુશ રહે તે હેતુથી આવી ઉજવણીઓ જે જે જગ્યાએ થતી હોય તે તમામ જગ્યાઓએ ફરજીયાત પણે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા તથા કાર્યરત સ્થિતીમાં રાખવા અને આવા જ્યાં જ્યાં આયોજનો (ઉજવણી) થવાની હોય તે તમામ જગ્યાના આયોજકોએ અથવા તો માલીકોએ કાર્યક્રમ પૂર્વ જરૂરી મંજુરી પોલીસ કમિશ્નર કચેરી, લાયસન્સ શાખા ખાતેથી મેળવી લેવા જણાવાયુ છે.
દર વર્ષે ૩૧ ડીસેમ્બરના દિવસે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષને આવકારવાના હેતુથી અલગ- અલગ પ્રકારે ૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં જે જગ્યાએ કાર્યક્રમ હોય ત્યાં આજુબાજુવાળાઓએ અથવા તો રહીશોને કોઇ ધોંધાટ કે તકલીફ થવા ઉપર, રાત્રીના જાહેર રોડ ઉપર જોર-જોરથી માઇકો વગાડવા અને ફટાકડાં ફોડવા ઉપર, આ ઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો ઉપર બેફામ બાઈક ચલાવવા તેમજ બાઈકના સ્ટંટો કરવા પર પોલીસ કમિશ્નરશ્રી વડોદરા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામુ તા. ૦૧.૦૧.૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જાહેરનામા ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.