Panchmahal
હાલોલ MGVCL ની બેદરકારી કરંટ લાગતા બે પશુના મોત
હાલોલ વીજ કચેરી દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રીમોનસૂન કામગીરી કરવામાં નિષ્ફળ જતા આજે સવારે પાવાગઢ રોડ ઉપર આવેલી હોટલ આસોપાલવની નજીક વીજ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવેલા વીજ પોલ પાસે કરંટ ઉતરતા બે નિર્દોષ પશુઓના મોત નિપજ્યા છે. વાવાઝોડા દરમિયાન વૃક્ષોની ડાળીઓ તૂટીને વીજ લાઈનો ઉપર પડતાં અકસ્માત નો ભય હોવાના સંકેતો સ્થાનિક રહીશોએ વીજ કંપનીને આપ્યા હોવા છતાં વીજ કંપની દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો એ જણાવ્યું છે
હાલોલ શહેરના વીજ ગ્રાહકો ને વીજ સપ્લાય પૂરો પાડતી એમજીવીસીએલ કચેરી દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલોલ શહેરમાં એમજીવીસીએલ કંપની દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી હોય તેવું જોવા નથી મળતું. અનેક ઠેકાણે વૃક્ષો વીજ વાયરો અને વિજપોલ ને અર્થ કરી રહ્યા હોય ગમે ત્યારે અકસ્માત નો ભય સતત રહેતો હોય છે દિવસ દરમિયાન છાસ વારે વીજળી ડુલ થઈ જવાની સમસ્યા ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે સાથે જ્યાં ટ્રાન્સફોર્મર લગાવવમાં આવ્યા છે, તે વીજ પોલ ને બેરીકેટ કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી. હાલોલ નગર ના પાવાગઢ રોડ ઉપર આવા અનેક ટ્રાન્સફોર્મર વાળા પોલ ખુલ્લા ઉભા છે ત્યારે આજે સવારે આસોપાલવ હોટેલ પાસે એક ટીસી વાળા વિજપોલ ઉપર બે પશુઓ ને વીજ કરંટ લાગતા બે પશુઓ ના મોત થી સ્થાનિકો એ વીજ કંપની ની કામગીરી પ્રત્યે ભારે રોષ વ્યકત કર્યો હતો.