Dahod

પ્રેમ માં અંધ બનેલ ભત્રીજાએ પ્રેમિકા કાકી સાથે મળી નિર્દોષ કાકા ની હત્યા કરી

Published

on

(પંકજ પંડિત દ્વારા)

ઝાલોદ તાલુકાના કદવાળ મુકામે રહેતા બાબુભાઈ સળિયાભાઈ સંગાડાના પોલિસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃત્યુ થયેલ પુત્ર અંકિતના લગ્ન સાંપોઈ મુકામે પૂજા સાથે થયેલ હતા. મૃતક અંકિતના ડી.જે પર તેના કાકાનો છોકરો દેવરાજ સંગાડા ડી.જે ઓપરેટરનુ કામ કરતો હતો. મૃતક અંકિત 18-05-2023 નાં રોજ થી ઘરે થી જતો રહેલ છે તેવી માહિતી ભત્રીજા દેવરાજ દ્વારા મૃતકના પિતાને ફોન કરી આપેલ હતી. ત્યાર બાદ 19-05-2023 ના રોજ સવારે અંકિત કદવાળ ગામની બંગલા વાળી નદીમાં મરણ થયેલ હાલતમાં તેની મોટર સાયકલ GJ-1-MG-7647 સાથે પડેલ છે તેમ જાણવા મળેલ હતું ત્યાર બાદ ઝાલોદ સરકારી દવાખાનામાં મડદા કોટડીમાં મૃતક છોકરા અંકિતને માથાંના ભાગે ગંભીર રીતે વાગેલ જોવા મળેલ હતું.

Advertisement

ફરિયાદી મૃતકના પિતાની ફરિયાદ મુજબ અંકિત તેની પત્ની પૂજાને તેના માબાપના ત્યાંથી રાત્રે મળી ઘરે આવ્યો હતો ત્યાં રાત્રે ભત્રીજા દેવરાજ સંગાડા અને ભૂમિત ભેદીનો ફોન આવતા તે તેમને મળવા રાત્રે 10 વાગ્યા મળવા ગયો હતો અને બીજે દિવસે અંકિતના મૃત્યુના સમાચાર સવારે 8 વાગ્યે મળેલ હતા.

મૃતકના પિતાની ફરિયાદ મુજબ મૃતક અંકિતની પત્ની પૂજા ના તેમના ભત્રીજા દેવરાજ સાથે પ્રેમસંબંધ હોવાનું માલુમ હતું પરંતુ ઘરની ઈજ્જત સાચવવા તેમજ એક જ પરિવારના હોવાથી આ વાતની જાણ કોઈને કરેલ ન હતી. મૃતકના પિતાની ફરિયાદ મુજબ દેવરાજ સંગાડા ,ભૂમિતભાઇ ભેદી તેમજ તેની પત્ની પૂજા દ્વારા અંકિતને મારી નાંખવા માટે કાવતરું રચી ઘરે થી ટેલીફોન કરી બંગલાવાળી નદી કોતરરના પટમા બોલાવી પ્રેમ સંબંધની વચ્ચે થી કાંટો કાઢી નાખવા માટે લોખંડની પાઈપ વડે માથાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી ખૂન કરેલ છે. તેવી ફરિયાદ મૃતકના પિતા બાબુભાઈ સંગાડા દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે અને આ અંગે કાયદેસરની તપાસ કરવા માંગણી કરેલ છે.

Advertisement

* પતિની હત્યા પત્ની અને તેના પ્રેમી દ્વારા કાવતરુ રચી કરવામાં આવી તેવી ઘટના પોલિસ ફરિયાદમાં બહાર આવ્યુ

Advertisement

Trending

Exit mobile version