Connect with us

Food

આ વાનગીઓને ક્યારેય ઉતાવળમાં ન બનાવવી કુકરમાં, બગડશે સ્વાદ

Published

on

Never cook these dishes in a hurry in the cooker, the taste will spoil

ભાગ્યે જ કોઈ ઘર એવું હશે, જ્યાં પ્રેશર કુકરનો ઉપયોગ થતો નહીં હોય. તેમાં જાત-જાતની વસ્તુઓ બનાવવામાં આવે છે. તેનાથી રસોઈ બનાવવામાં સમય અને ગેસ બંનેનો બચાવ થાય છે. પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે, તેમાં બધુ જ બનાવી શકાય.

એવી ઘણી વસ્તુઓ છે, જેને પ્રેશર કુકરમાં કે ઈન્ટસ્ટ પોટ્સમાં ન બનાવી શકાય, કારણકે તેને કુકરમાં બનાવવાથી સ્વાદ બગડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, પ્રેશર કુકરમાં કઈ વાનગીઓ બનાવી શકાય?

Advertisement

ક્રિસ્પી ફૂડ

ક્રિસ્પી વાનગીઓને પ્રેશર કુકર કે ઈંસ્ટેન્ટ પૉટમાં રાંધવા ન જોઈએ. પ્રેશર કુકર એ પ્રકારના તાપમાન પર કામ કરી શકતું નથી, જે ક્રિસ્પી બનાવવા માટે જરૂરી હોય. દાખલા તરીકે, જો તમારે ચિકન ફ્રાય કરવું હોય તો જે તાપમાને ઑઈલને ગરમ કરવાની જરૂર હોય તે પ્રેશર કુકરમાં શક્ય નથી. તમે ઈચ્છો તો પ્રેશર કુકરમાં તેને થોડું ચડવી લો અને પછી તેને અલગથી ફ્રાય કરી લો, પરંતુ તેનાથી સ્વાદમાં થોડી અસર થશે. આ બધા જ ક્રિસ્પી ફૂડ્સ સાથે આવું જ થશે.

Advertisement

ડેરી

ઘણા લોકો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને તેમાં ખીર બનાવે છે. પહેલી વાત તો એ છે કે, પ્રેશર કુકર એલ્યુમિનિયમનું હોય છે અને તેને ટાળવું જોઈએ, કારણકે ડેરી પ્રોડક્ટ્સ એલ્યૂમિનિયમ સાથે રિએક્ટ કરી શકે છે.

Advertisement

એવામાં ડેરી પ્રોડક્ટ્સને તેમાં ન રાંધવી જોઈએ. જો તમે ભૂલથી કુકરના ઢાંકણને બંધ કરીને તેમાં ડેરી પ્રોકટ્સ બનાવશો તો તે ફાટી જશે. જો તમે કોઈ વાનગીમાં દૂધ કે દહીં નાખીને પ્રેશર કુકરમાં રાંધવા માટે મૂકશો તો, પરિણામ સારું નહીં આવે.

જો તમે એવી કોઈ વાનગી બનાવવા ઈચ્છતા હોવ, જેમાં દૂધ કે દહીં હોય, તો તમે તેને પ્રેશર કુકર સાઈકલ પૂરી થયા બાદ જ બનાવો.

Advertisement

Never cook these dishes in a hurry in the cooker, the taste will spoil

 

કુકીઝ

Advertisement

પ્રેશર કુકરમાં કેક તો બહુ સારી બને છે, પરંતુ ઘણા લોકો તેમાં બિસ્કિટ અને કુકીઝ બનાવવાનો દાવો પણ કરે છે. આ યોગ્ય નથી. વાસ્તવમાં પ્રેશર કુકરમાં મૉઈશ્ચર બિલ્ડ અપ થાય છે અને તેનાથી કુકીઝનું ટેક્સચર બદલાઈ જાય છે અને કદાચ બગડી પણ શકે છે. તમે તેને ઓવનમાં બનાવશો તો તે ટેક્સચર પ્રમાણે પરફેક્ટ બનશે.

નોંધ: જો તમે પ્રેશર કુકરમાં તેને બનાવવા ઈચ્છતા હોવ તો, યોગ્ય ટેક્સચર માટે ડબલ બૉયલર જેવું સેટપ તૈયાર કરો. આ રીતે તમારી કુકીઝ બનશે એકદમ પરફેક્ટ.

Advertisement

ક્રીમી સૉસ અને સૂપ

એવી કોઈપણ વાનગી, જેનું ટેક્સચર ક્રીમી હોવું જોઈએ, તેને પ્રેશર કૂકરમાં ન બનાવવી જોઈએ. ઘણા લોકો આવી વાનગીઓને પણ પ્રેશર કૂકરમાં બનાવે છે, પરંતુ તેનાથી તેનો સ્વાદ અને ટેક્સચર બદલાઈ જાય છે. પ્રેશર કુકરનું પ્રેશર બહુ ઊંચુ હોય છે અને તેમાં થોડું સૉલિડ અને મેશ્ડ ટેક્સચર થાય છે. એટલે તમારે તેમાં આવી વાનગીઓ ન બનાવવી જોઈએ.

Advertisement

આમ તો પ્રેશર કુકર ઘણી રીતે ઉપયોગી છે, પરંતુ જો તમે આ બધી વાનગીઓ આમાં બનાવશો તો, આ વાનગીઓ બગડી જશે. તમે પ્રેશર કુકરમાં કઈ-કઈ વાનગીઓ બનાવવાનું પસંદ કરો છો, એ બાબતે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો તમને આ લેખ ગમ્યો હોય તો જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

 

Advertisement
error: Content is protected !!