Connect with us

Gujarat

ગુજરાતમાં જોવા મળ્યું નવું પક્ષી, માઁ મહાકાળીના દર્શને આવી ટીટોડી

Published

on

New bird found in Gujarat, Titodi came to see Mother Mahakali

જયેશ દુમાદિયા

પંચમહાલના જંગલો નયનરમ્ય, વનસ્પતિ અને વન્યજીવોથી સમૃદ્ધ છે.કુદરતે પ્રાકૃતિક સૌંદર્ય અહીં છૂટે હાથે વેર્યું છે.. અહીંના જંગલો ઔષધિય, ફલાઉ અને દુર્લભ વનસ્પતિ અને અન્ય જૈવ વૈવિધ્યથી ભરપૂર છે ઉપરાંત આપણા જંગ્લો રીંછ, દીપડા, ઝરખ,ચૌશિંગા, વણીયર જેવા અનેક પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓથી ભરપૂર છે. તા.૧૧/૦૨/૨૦૨૪ના રવિવારના રોજ મોજે વડા તળાવ, પાવાગઢ, તા. હાલોલ, જિ.પંચમહાલ ખાતે સમય સાંજના ૪.૪૦ કલાકે ત્રણ હેલિપેડવાળી જગ્યાથી જમણી તરફના કિનારે પક્ષીદર્શન અને ફોટોગ્રાફી કરતાં આગળ રાયણ વાડીયા-પાવાગઢ રસ્તા બાજુ પર આવેલા હનુમાનજીના મંદિર નજીક Range forest officer Ghoghmba જયેશ ઓ. દુમાદિયા અને રમેશરા બીટગાર્ડ રોહિત એચ. મકવાણા એ આ gray headed lapwing જોયું અને કેમેરામાં કેદ કર્યું.. મૂળ ચીન,જાપાન, મંગોલીયા બાજુથી શિયાળામાં ભારતના કેટલાક રાજ્યો , શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મહેમાન બનતું પક્ષી છે..જે ગુજરાતમાં પ્રથમ વખત પુરાવા સાથે નોંધાયેલું છે.

Advertisement

New bird found in Gujarat, Titodi came to see Mother Mahakali

“કાદવ ખૂંદનારા (waders) પક્ષીઓ જેવા કે મોટો બગલો, ફાટી ચાંચ ઢોંક,ચમચા,તુતવારી,તેજપર વગેરેના ફોટો ખેંચતા હતા તે દરમ્યાન દૂરથી Godwit પક્ષી જેવું કંઇક દેખાતાં મારા Sony a7miv with 200-600mm lens માં ફોટો ખેંચી જોયું તો ટીટોડી હતી પણ પંચમહાલમાં જોવા મળતી Yellow Wattled Lapwing ने Red Wattled Lapwing બંનેમાંથી એક પણ નહોતી.વધુ ફોટા ખેંચ્યા.શોર્ટ વિડીઓ લીધો. સાંજનો સમય હોઇ એક્ટીવ હતી.નજીક જવાથી દૂર જઇને બેઠી.આપણી અહીંની ટીટોડીઓ જેટલી સહજ રીતે માણસ નજીક આવે તેમ આ ટીટોડી નહોતી આવતી.થોડૂં વધુ અંતર જાળવતી હતી.ધીમેધીમે નજીક જવાનો પ્રયત્ન કરતાં અન્ય બતકો,તુતવારી, ગોડવીટ વગેરેના ટોળા પણ ઉડયા સાથે આ ટીટોડી પણ ઉડીને જતી રહી.

સામાન્ય વર્તણૂંક:- મેં એને જોયા પહેલાં એણે મને જોઇ લીધો હતો.જેથી તે સતર્ક થઇ ગયેલી.પાણીના કિનારે મને જોઇને આમતેમ ચક્કર મારતી.આપણી અહીંની બે ટીટોડીઓ મોટેભાગે જોડીમાં જોવા મળતી હોય છે.પણ આ એકલું પક્ષી હતું.”

Advertisement
error: Content is protected !!