Surat
પ્રોફેસર આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ
સુરતમાં જહાંગીરપુરાની મહિલા પ્રોફેસર સેજલ પટેલના આપઘાત પ્રકરણમાં નવા ઘટસ્ફોટ થયાં છે. સેજલે 16 માર્ચના રોજ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ મામલે મહિલા પ્રોફેસરના ફોટા મોર્ફ કરી પૈસા કઢાવી લેનાર બિહારની સાયબર ચાંચિયા ટોળકીના ત્રણ આરોપીની બિહારથી રાંદેર પોલીસે ધરપકડ કરી હતી.ત્રણ આરોપીની ધરપકડ બાદ પાકિસ્તાન કનેક્શન ધરાવતી જૂહી નામની મહિલાની ધરપકડ સુરતની રાંદેર પોલીસે આંધ્રપ્રદેશમાંથી કરતા નવા ઘટસ્ફોટ થયાં છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર સેજલ પરમારે 16 માર્ચના રોજ બપોરના સમયે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. સેજલ પરમારે આપઘાત કર્યાના એક દિવસ પહેલા જ નાની બહેનને મોબાઈલ પર વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે. ત્યારબાદ નાની બહેન સાથેની વાતચીતમાં મહિલા પ્રોફેસર સેજલે જણાવ્યું હતું કે એક એપ્લિકેશનના મેસેજમાં મોબાઈલના એક્સેસમાં યસ કર્યું હતું અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગના ખોટા મેસેજ મળવા લાગ્યા હતા ન્યૂડ ફોટો વાયરલ કરીને પૈસા પણ માગવામાં આવતા હતા.આ પ્રકરણમાં રાંદેર પોલીસે સાયબર સેલને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કેવલી ગામમાંથી પોલીસે વેશભૂષા બદલી ત્રીજી મેના રોજ 3 આરોપી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરી હતી.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત