Chhota Udepur

છોટાઉદેપર જિલ્લાનાં કવાંટ તાલુકામાં ૧૩ કરોડના ખર્ચે નવા માર્ગ બનશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાનાં હસ્તે ખાત મુહૂર્ત

Advertisement

કવાંટ તાલુકાના ૧૦ જેટલાં ગામોને જોડતાં આંતરિક રોડ-રસ્તા બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૩ કરોડ ઉપરાંતની ગ્રાન્ડ મંજૂર કરતાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ ગીતાબેન રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કવાંટ તાલુકાની ખૂટતી કડીઓને સરકારમા રજૂઆત કરી જોડી રહ્યા છે. અવાર નવાર ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી અત્યંત જરૂરિયાતવાળા કામો મંજુર કરાવી લાવ્યા છે.

જેતપુરપાવીનાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા અનેક ગામોમાં નવિન રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત સોમવારે કવાંટ તાલુકાના મંકોડી થી વીજળી, વીજળી થી કાના બેડા જોડતાં રસ્તાનું ખાત મુર્હૂત તેમજ આજરોજ કવાંટ તાલુકાના વજેપુર ગામે કેડવા એપ્રોચ રોડનું ખાત મુર્હૂત, વજેપુર રોડ બ્રિજ તથા બંને સાઇટ એપ્રોચ રોડનું ખાત મુર્હૂત, કોચવડ ગામે બંને સાઇડના સ્લેપ ડ્રેન તથા એપ્રોચ રોડનું ખાત મુહુર્ત, રોળધા ગામે બ્રિજ તથા બંને સાઈડના એપ્રોચ રોડનું ખાત મુહુર્ત જેતપુરપાવીનાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાનાં હસ્તે તેમજ સાસંદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિ માં નવિન બનનાર રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ અંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે,૧૩ કરોડનાં ખર્ચે કવાંટ તાલુકા ની પ્રજાને અને સ્કૂલે જતા બાળકોને તકલીફ ના પડે તે હેતુથી મંજૂર કરવામાં આવેલા રોડ રસ્તાઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્થળ પર કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામા કામ પૂર્ણ થાય તેવા ધારાસભ્યે સૂચન કર્યા છે. ખખડધજ બનેલા રોડ હવે નવા બનશેને લઈ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી છે અને ધારાસભ્યનો આભર માન્યો છે.

ખાતમુહૂર્ત કરતા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશાં પ્રગતિશીલ રહે છે. રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે. આ રોડ નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસપણે વધારો કરશે.જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે. આ પ્રસંગે લોકસભાના સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ, પ્રમુખો, તાલુકા પ્રમુખ, તેમજ સરપંચો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Trending

Exit mobile version