Chhota Udepur

આગામી તા. ૧૭મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર જીલ્લામાં ગ્રામ સ્વગાત કાર્યક્રમ યોજાશે

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ઉજજવામાં આવનાર સ્વાગત સપ્તાહને અનુલક્ષીને આગામી તા. ૧૭મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે.
ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમને સુદ્રઢ કરવા તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને કનડતી સમસ્યાઓનો ગ્રામ્ય સ્તરે નિકાલ આવી જાય એ માટે ગ્રામ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને સફળતાપૂર્વક વીસ વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં સરકાર દ્વારા સ્વાગત સપ્તાહ કાર્યક્રમ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જીલ્લા કલેકટર સ્તુતિ ચારણના મકાર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સ્વાગત સપ્તાહ ઉજવણીને અનુલક્ષીને રૂપરેખા નકકી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન અનુસાર આગામી તા. ૧૭/૦૪/૨૦૨૩ના રોજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા પંચાયત બેઠકના એક ગામમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement


છોટાઉદેપુર તાલુકાના ચીસાડીયા, પુનિયાવાંટ, ખડકવાડા, અંત્રોલી, મીઠીબોર અને પાલસંડા, કવાંટ તાલુકાના મોટાવાંટા, માણાવાંટ, ગેલેસર, માણકા, આમસોટા અને સૈડીવાસણ, જેતપુર પાવી તાલુકાના જેતપુર, કદવાલ, અણિયાદ્રી, મોટીબેજ અને સજવા, બોડેલી તાલુકાના પચ્ચીસગામ, બોડેલી, કડાછલા, ઓરવાડા, તાડકાછલા, અને રણભુન, સંખેડા તાલુકામાં સણોલી, ઘોડા(બો), પરવટા અને સંખેડા, નસવાડી તાલુકાના ખાપરીયા, લાવાકોઇ, ધામસિયા, વગુમા અને કોલંબા ખાતે ગ્રામ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રામ સ્વાગત કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્રના વર્ગ-૨ના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
પ્રજાની સમસ્યાનો તેમના ગામમાં જ નિકાલ આવે એ માટે ગ્રામ્ય કક્ષાએ યોજાનારા આ ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને સહભાગી થવા જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા અનુરોધ કરાયો છે.

Trending

Exit mobile version