National

NIAને મળ્યો આતંકવાદી હુમલાની ધમકી આપતો ઈમેલ , ઘણા શહેરોમાં એલર્ટ જારી

Published

on

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં આરોપીએ તાલિબાનનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો. ઈમેલ મળ્યા બાદ NIAએ મુંબઈ પોલીસને જાણ કરી હતી. આ પછી મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

મુંબઈ પોલીસના સૂત્રોનું કહેવું છે કે આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતે તાલિબાની હોવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે મુંબઈમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ પર આતંકી હુમલાની ધમકી મળી હતી. ફોન કરનારે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે, તપાસમાં આવું કંઈ મળ્યું નથી.

Advertisement

ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પોલીસને આવો જ એક ફોન આવ્યો હતો, જેમાં શહેરના કેટલાક વિસ્તારોમાં બોમ્બ મુકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ફોન કરનારે જણાવ્યું હતું કે મુંબઈના અંધેરી સ્થિત ઈન્ફિનિટી મોલ, પીવીઆર મોલ જુહુ, સહારા હોટેલ એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. જે બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version