Gujarat
ટિંબારોડ રેલવે સ્ટેશને ગૂડઝ ટ્રેનના નવ ડબ્બા પાટા ઉપર થી ઉતારી ગયા
ગોધરા ના ટિંબારોડ રેલવે સ્ટેશન ખાતે ગૂડઝ ટ્રેનના પાછળના ગાર્ડ કેબિન સહિતના 09 ડબ્બા ખડી પડતાં દોડધામ મચી ગઇ હતી, ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ સહિત ટેકનિકલ ટીમ ટિંબારોડ સ્ટેશન ખાતે દોડી આવીને ટ્રેનને ટ્રેક પર ચઢાવવા કામગીરી હાથ ધરી હતી, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં રેલવે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબારોડ રેલવે સ્ટેશન ખાતે ગુરૂવારે સાંજે ગૂડઝ ટ્રેન દુર્ઘટનાત્રસ્ત થઈ હતી, ટિંબારોડ રેલવે સ્ટેશનથી વન્ડર સિમેન્ટના પ્લાન્ટ તરફ એક રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે, જ્યાં સિમેન્ટની રેક ખાલી કર્યા બાદ લોકોમોટિવ વિનાની ટ્રેન એકાએક ચાલવા માંડી હતી, જે ટ્રેન પાંચથી છ કિમી જેટલું લોકોમોટિવ વિના જ દોડી હતી, આ ટ્રેન ગોધરા તાલુકાના ગોઠડા ગામે આવેલા વન્ડર સિમેન્ટના પ્લાન્ટ પર સિમેન્ટ ખાલી કરવા માટે આવી હતી, સિમેન્ટની રેક ખાલી કર્યા બાદ ટ્રેન રેલવે ટ્રેક પર ઊભી હતી, તે વેળાએ લોકોમોટિવ વિના એકાએક ચાલવા લાગી હતી.
૫ થી ૬ જેટલા કિમી લોકોમોટીવ વિના જ દોડી હતી, જે બાદ ગોધરા તાલુકાના ટીંબારોડ રેલવે સ્ટેશન ખાતે આવેલા રેલવે ટ્રેક પર સિગ્નલ તોડીને ટ્રેનના ગાર્ડ કેબિન સહિત ટ્રેનના તમામ 09 જેટલા કોચ ખડી પડ્યા હતા, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રેલ્વેના ઓએચઇ કેબલ અને પોલને નુકશાન થયું હતું.
જ્યારે સિગ્નલ પોલ પણ તૂટી પડ્યો હતો, ઘયનાનિંજાં થતાં જ રેલવે વિભાગમાં અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો હતો, અને રેલવે વ્યવહાર પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: સેવાલિયા