Panchmahal
નિષ્ઠા વિદ્યામંદિરે ત્રીમહોત્સવમાં હરિને પારણે ઝુલાવ્યા
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે રામ નવમી તથા સ્વામિનારાયણ પ્રાગટ્ય મહોત્સવ અને મંદિર સ્થાપના ના દસ વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ ભગવાન ના બાલ સ્વરૂપને પારણે ઝુલાવીને એક જ દિવસે ત્રી મહા ઉત્સવ ઉજવી હરિભક્તોને ધાર્મિક જ્ઞાન પીરસી હરિભક્તોના ભક્તિભાવમાં સિંચન કર્યું હતું નિષ્ઠા વિદ્યામંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર નું નિર્માણ એક દસકા પહેલા કરવામાં આવ્યું હતું જેનો સંપૂર્ણ શ્રેય સાધુ કેશવ પ્રસાદ સ્વામી તથા સંતપ્રસાદ સ્વામી ના અથાગ પ્રયત્નથી મંદિર સંકુલનું નિર્માણ થવા પામ્યું હતું
ગતરોજ રામનવમીના દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ તથા સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ સાથે મંદિર નિર્માણના 10 વર્ષ પૂર્ણ થતા હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વાતાવરણમાં આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક ત્રીમહોત્સવ ની ઉજવણી વૈદિક મંત્રો ચાર સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે સેંકડોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હવન તથા આરતી નો લાભ લઇ પોતાની જાતને ધન્ય બનાવી હતી બાદમાં સાધુ કેશવ પ્રસાદ સ્વામી સંત પ્રસાદ સ્વામી દ્વારા ધાર્મિક પ્રવચનનો ની હાર માલા સર્જી હરિભક્તોને ધર્મનું વિશિષ્ટ જ્ઞાન અર્પણ કરવામાં આવ્યું હતું નિષ્ઠા વિદ્યામંદિર ના સંકુલમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક અને પવિત્ર વાતાવરણ વચ્ચે ત્રીઉત્સવો ને લઈને સ્વામિનારાયણ ભગવાનના બાલ સ્વરૂપને પારણે ઝુલાવી ત્રિઉત્સવોનું સમાપન કરવામાં આવ્યું હતું.
સમાપન પહેલા ઉપસ્થિત હરિભક્તોને ફરાડ પ્રસાદી પીરસવામાં આવી હતી સાધુ કેશવ પ્રસાદ અને સાધુ સંત પ્રસાદ સ્વામીના પ્રયાસોથી આ સંકુલમાં દસ ધોરણ સુધીની શાળા નું કામકાજ અતિ સુંદર રીતે ચાલે છે તથા હાલોલ નગરના તમામ ધાર્મિક કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો આચાર્ય અને વિદ્યાર્થીઓ દ્વારા આનંદ ઉલ્લાસથી ભાગ લઈ હાલોલ નગરને પણ સેવા આપવામાં પાછી પાણી કરતા નથી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ચાહે કૃષ્ણ જન્માષ્ટમી હોય ચાહે રામ નવમી નો હોય બેટી બચાવો અભિયાન હોય દેશ અને સમાજને લગતા તમામ કાર્યક્રમમાં નિષ્ઠા વિદ્યા મંદિર નિષ્ઠાપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે