Politics

નીતિન ગડકરીને મળી ફરી જાનથી મારી નાખવાની ધમકી, બે ફોન કોલથી મચી હલચલ

Published

on

દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આના એક મહિના પહેલા પણ નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આજે મંગળવારે સવારે બે વાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની માહિતી સામે આવી છે. આ ધમકીભર્યા કોલ નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલય પર આવ્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લી વખત 14 જાન્યુઆરીએ બેલગવી જેલમાંથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યારે જયેશ પૂજારી નામના આરોપીએ ઓફિસના નંબર પર ધમકી આપી હતી. આજે ફરી એ જ જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંઠાના નામે ધમકીઓ આપવામાં આવી છે. આ ધમકી મળતા જ નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં કામ કરતા કર્મચારીએ પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસ વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

નીતિન ગડકરીની આ ઓફિસ નાગપુરની ઓરેન્જ સિટી હોસ્પિટલ પાસે છે. આ સમયે આ કોલ કરનાર વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. ગત વખતે જાનથી મારી નાખવાની ધમકીઓ સાથે તેમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની વાત થઈ હતી. એટલું જ નહીં 100 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

Advertisement

દોઢ કલાકમાં ત્રણ ધમકીભર્યા કોલ
14 જાન્યુઆરીએ સવારે 11:30 વાગ્યાની આસપાસ બે ધમકીભર્યા કોલ આવ્યા હતા. પહેલો ધમકીભર્યો ફોન સવારે 11:29 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ બીજો ફોન 11:35 વાગ્યે અને ત્રીજો ફોન બપોરે 12:32 વાગ્યે આવ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને મહારાષ્ટ્ર એટીએસ પણ તપાસમાં જોડાઈ હતી.

જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે ધમકીભર્યો ફોન બેલગામ જેલમાં બંધ જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંથા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારપછી સવાલ એ પણ ઉઠ્યો હતો કે જેલની અંદર કેદી સુધી મોબાઈલ કેવી રીતે પહોંચ્યો?

Advertisement

Trending

Exit mobile version