Vadodara

વડોદરા જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં

Published

on

સભા ભરવી, બોલાવવી કે રેલી કાઢવી નહીં

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડ્યુ છે.
વડોદરા જિલ્લામાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૧૪-૦૪-૨૦૨૩ સુધી ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં તેમજ સભા ભરવી, બોલાવવી કે રેલી કાઢવી નહીં.

Advertisement


આ હુકમમાંથી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ તેઓના મુખ્ય મથક વિસ્તાર માટે તથા તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટઓ, તેઓના તાલુકા વિસ્તાર માટે મુક્તિ આપી શકશે. એટલે કે સભા, સરઘસ કે રેલી અંગેની પરવાનગી અંગે સ્થાનિક પરિસ્થિતિ તથા પોલીસ ખાતાનો અભિપ્રાય મેળવી આપવાનો રહેશે.
સરકારી કે ગ્રામ રક્ષક દળની વ્યક્તિઓ કે જે ફરજ પર હોય તેમને, વરઘોડાને, સરકારી કાર્યક્રમને આ હુકમ લાગુ પડશે નહિ. ફરજ પરના અધિકારી-કર્મચારીઓ ફરજના ભાગરુપે હુકમમાંથી અપવાદ રહેશે. હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

Trending

Exit mobile version