Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લામાંનો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

Published

on

છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સીસીટીવી અંતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા વિશ્વાસ કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ચોકડીથી વસુંધરા મિલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલપંપ ચોકડી, બસસ્ટેશન, એસ.બી.આઇ બેન્ક સુધીનો સમગ્ર રોડ, પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર પાવી એસ.ટી ચોકથી ૧૦૦ મીટર આજુબાજુનો હાઇ-વે રોડ પરનો વિસ્તાર,

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી એસ.ટી ડેપોથી ૧૦૦ મીટર આજુ બાજુનો વિસ્તાર, બોડેલી અલીપુરા ચોકડીથી રોડની ૧૦૦ મીટરની આજુબાજુનો વિસ્તાર, કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી ચોકડી આજુબાજુના રોડ પર ૧૦૦ મીટરનો વિસ્તાર, નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી આઇ.સી.આઇ.સી.આઇ બેન્કના એ.ટી.એમથી રેલ્વે ફાટક સુધીનો સમગ્ર રોડ, નસવાડી પીક-અપ સ્ટેન્ડથી પી.ડબલ્યુ.ડીની જુની ઓફિસ સુધીનો રોડ, નસવાડી એસ.બી.સોલંકી હાઇસ્કૂલથી સરકારી ગેસ્ટ હાઉસ સુધીનો સમગ્ર રોડ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંખેડા એસ.ટી ડેપોની ૧૦૦ મીટરની આજુબાજુના વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ હુકમ એમ્બ્યુલન્સ તથા ઇમર્જન્સી સેવાના વાહનો, ફાયર સેફટીના વાહનો, રસ્તા કે ઇલેકટ્રીસીટી રિપેરિંગના વાહનો, સરકારી બસ તથા અન્ય સરકારી વાહનો જેઓને ફરજના ભાગરૂપે તે સ્થળે જવાની ફરજ હોય તેને લાગુ પડશે નહિં.

Advertisement

Trending

Exit mobile version