Food

મેક્સિકન, જાપાનીઝ કે અન્ય આઈટમ નહીંપણ પણ આ છે ગુજરાતીઓની ખાસ પસંદ

Published

on

સોશ્યલ મીડિયા એપ ટ્વીટર પર ઘણીવાર અમુક ઇન્ટરેસ્ટિંગ તો અમુક ફની ટ્રેન્ડસ જોવા મળતા હોય છે, એવામાં ઓનલાઈન ફૂડ ડિલિવરીંગ એપ સ્વિગીએ એક ઇન્ટરેસ્ટિંગ યરલી રિપોર્ટ શેર કર્યો છે.ઇન્ડિયામાં પ્રચલિત એવી ફૂડ ડિલિવરીંગ એપ સ્વિગીએ વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ઓર્ડર થયેલી ટોપ ૫ ફૂડ આઇટમ્સનો એક વાર્ષિક અહેવાલ શેર કર્યો છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરીંગ એપએ ભારતના ભિન્ન-ભિન્ન શહેરોમાં સૌથી વધુ ઓર્ડર થાયેલઈ વાનગીનો રિપોર્ટ રજુ કર્યો છે જેમાં અલગ-અલગ કેટેગરીમાં અલગ અલગ આઇટમનો સમાવેશ થાય છે પણ જયારે સૌથી વધુ પસંદગી પામેલ કે સૌથી વધુ ઓર્ડર થયેલ વાનગીની વાત આવે છે ત્યારે આ રોપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૨માં સૌથી વધારે ઓર્ડર થયેલી આઈટમ છે ‘બિરયાની’. લગભગ સતત સાતમા વર્ષે એવું થયું છે કે જયારે અન્ય તમામ ફૂફ આઇટમની સરખામણીમાં બિરયાની સૌથી વધુ પસંદગી પામેલ અને સૌથી વધુવાર ઓર્ડર થયેલ વાનગી છે ત્યારબાદ બીજા નમ્બરે મસાલા ડોસા અને તે ઉપરાંતપનીર બટર મસાલા વગેરે વાનગીઓનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ પર નજર કરીએ તો એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે ભારતના વેસ્ટ ઝોન એટલે કે ગુજરાતમાં સૌથી વધુ ઓર્ડર થયેલી ફૂડ આઈટમ એ બિરયાની’ કે કોઈ જાપાનીઝ, થાઈ, મેક્સિકન કે અન્ય કોઈપણ આઈટમ નહીં બલ્કે દાલ-ખીચડી છે.જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખાવાની વાત આવે ત્યારે તેમાં ગુજરાતીઓનું નામ મોખરે હોય છે.

Advertisement

એક ગુજરાતની જ એવી જનતા છે કે જેના લીધે મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સે પણ તેમની સૌથી વિખ્યાત આઇટમના મેનુમાં ફેરફાર કરીને તેને ગુજરાતીઓના ટેસ્ટ મુજબની વાનગીઓનો સમાવેશ કર્યો છે ત્યારે સ્વિગીના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૨માં ગુજરાતની ટેસ્ટ પ્રેમી પ્રજાએ બિરયાની, સમોસા, ગુલાબજાંબુને પાછળ મૂકીને સૌથી વધારે પસંદગી દાલ-ખીચડી પર ઉતારી છે. ગુજરાતમાં સૌથી વધુ ઓર્ડર થયેલી ફૂડ આઈટમ એ દાલ-ખીચડી છે. જો આ વાંચીને તમને પણ મોઢામાં પાણી આવું ગયું હોય અને તમારી પણ ફેવરિટ આઈટમ દાલ-ખીચડી હોય તો રાહ જોયા વગર ઓર્ડર કરી દો.

Advertisement

Trending

Exit mobile version