Chhota Udepur
મિલ્કતો ભાડે આપતા માલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવા અંગે જાહેરનામું બહાર પડાયું
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર: તા. 22:
છોટાઉદેપુર જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો તેની માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી નજીકના પોલીસ સટેશન અને મામલતદાર કચેરીમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાએ જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમોના માલિકો/સંચાલકોએ એકમો ભાડે આપ્યા હોય તેવી મિલ્કતોની માહિતી, ભાડૂઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી વિગતો નિયત નમૂનામાં તૈયાર કરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. તથા ઘરઘાટી/મજુરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપ્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં ઘરઘાટી/મજુર રાખી શકાશે નહીં.
આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને તા. 21/12/2022 થી તા.20/01/2023 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ઇસમ વિરૂધ્ધ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.