Connect with us

Chhota Udepur

સીહોદ બ્રીજ પર વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું કેટલાક ફેરફાર સાથે એક મહિનો લંબાવવામાં આવ્યું

Published

on

Notification for alternate route on Seahod Bridge extended by one month with some modification

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે.૫૬ પર આવેલ ભરજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા વાહનો મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી થઈ રતનપુર, વનકુટીર ત્રણ રસ્તા જેતપુર પાવી મેઈન રોડ હાઈવે નં.૫૬ ઉપર ડાઈવર્ઝન આપેલ છે. પોલીસ અધિક્ષકની માંગણીને આધારે નીચે મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

Advertisement

Notification for alternate route on Seahod Bridge extended by one month with some modification

મધ્યપ્રદેશ (MP) તરફથી આવતા ભારે વાહનો કવાંટ પો.સ્ટેના રેણધા ચેક પોસ્ટ, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રંગલી ચોકડી, મોડાસર, બોડેલી, ડભોઈ થઈ વડોદરા તરફ જઈ શકશે. તેવી રીતે વડોદરાથી મધ્યપ્રદેશ(MP) તરફ જવા માટે ભારે વાહનો ડભોઈ, બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રેણધા ચેક પોસ્ટ વાળો રૂટ લઈ શકશે. વૈકલ્પિક રૂટ તરીકે આવવા જવા માટે તેજગઢથી ડુંગરવાટ થઈ વાંકી ચોકડી થઈ સીહોદ તરફ લાઈટ વિહિકલ આ રૂટનો ઉપયોગ કરી શકશે. તેમજ અગાઉના ડાઈવર્ઝન મુજબ સરકારી વાહનો ચાલુ રહેશે. આ જાહેરનામાં અન્વયે કાર્યપાલક ઇજનેર,વડોદરા દ્વારા ડાયવર્ઝન અને ગતિ સીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે, તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે. તા.૦૧/૦૯/૨૦૨૩ થી તા.૩૦/૦૯/૨૦૨૩ સુધી, આ બંને દિવસો સહીત આ જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

Advertisement
error: Content is protected !!