Vadodara

વડોદરા જિલ્લામાં ફાર્મસી/કેમિસ્ટની દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના

Published

on

ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ અને માદક પદાર્થ નિયંત્રણ કચેરી દ્વારા બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોનો ઉપયોગ રોકવા અને ગેરકાયદેસર હેરફેટ અટકાવવા માટે “એક યુધ્ધ નશે કે વિરુધ્ધ અને નશામુક્ત ભારત” નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં દવાનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપરથી શીડ્યુલ H અને X પ્રકારની દવાઓ વેચાણ કરવામાં આવે છે. જે દુકાનો ખાતેથી બાળકો/અન્યને ડોક્ટર લેખિત લખાણ સિવાય આ પ્રકારની દવાઓ વેચાણ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ પ્રકારની દવાઓનું વેચાણ કરતી ફાર્મસી/ કેમિસ્ટની દુકાનો પરથી વેચાણ થતા શીડ્યુલ H અને X પ્રકારની દવાઓ વેચાણ અને નિયમન કરવા આમુખથી ફાર્મસી/કેમિસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી છે.
ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૩૩ની જોગવાઇ અનુસાર ઉક્ત પ્રકારની ફાર્મસી/કેમિસ્ટની દુકાનો ખાતે ડોક્ટરના લેખિત લખાણ સિવાય પ્રતિબંધિત દવાઓનું બાળકો/ અન્યને વેચાણ કરવું સમાજની તંદુરસ્તી અને શારિરીક સુખાકારી માટે નુકસાનકારક છે. જેથી આ પ્રકારના પદાર્થ રાખવાનું અને વેચાણ કરવાની બાબતનું નિયમન કરવાની જોગવાઇ કરવામાં આવી છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૩૩ અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ એ. બી. ગોરે વડોદરા શહેરની હદ વિસ્તાર સિવાયના વડોદરા મનપામાં સમાવિષ્ટ વિસ્તારોમાં તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તાર (નગરપાલિકા વિસ્તાર સહિત)માં નીચે જણાવેલ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધો ફરમાવ્યા છે.

પ્રતિબંધિત કૃત્યો :-
(૧) CCTV કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાડવાના રહેશે. તેમજ ઉક્ત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાડવાના રહેશે. તેમજ તેના બેક-અપની જાળવણી ૪૫ દિવસ સુધી રાખવાની રહેશે.
(૨) ઉપરોક્ત એકમ CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અદ્યતન ટેક્નોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધાવાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધાવાળા લગાવવાના રહેશે.
(3) તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે.
(૪) દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી શીડ્યુલ H અને X પ્રકારની દવાઓ વેચાણ સંબંધિત રજીસ્ટરનું ડિઝિટાઇઝેશન પણ કરવાનું રહેશે.
(૫) ઉક્ત હુકમનો અમલ ૩૦ દિવસમાં કરવાનો રહેશે.

Advertisement

વડોદરા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ના પ્રકરણ-૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે..

Advertisement

Trending

Exit mobile version