Connect with us

Ahmedabad

હવે રાજ્યમાં ૨૦ સ્થળોએ ઇ-ચલાણની કાર્યવાહી હાથ ધરાશે

Published

on

Now the process of e-challan will be carried out in 20 places in the state
રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં ૨૦ નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી.
હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.
Now the process of e-challan will be carried out in 20 places in the state
ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે.
તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ,સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા,કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે,બનાસકાંઠા માં સુઇગામ અને દાંતા ખાતે,અમદાવાદમાં ધોલેરા ખાતે , સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ, ભાવનગર,દાહોદ,પોરબંદર,તાપી,ગીર  દાહોદ , સુરેન્દ્રનગર, પાટણ,  સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ,ચલાણ ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
  • કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન ૨૦ ઇ- ટ્રાઇફ કોર્ટ શરૂ થશે
  • ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે
  • વર્ચ્યુઅલ કોર્ટની મદદથી ઘરે બેઠા કોર્ટની હિયરિંગમાં હાજર રહી શકાશે
  • રાજ્યમાં ૨૦ જગ્યાએ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલાણ સ્વીકારવામાં આવશે
error: Content is protected !!