Connect with us

Ahmedabad

વિશ્વ શાંતિ કેન્દ્ર અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ સાથે નૃત્યગોપાલદાસજીએ કરી શુભેચ્છા મુલાકાત

Published

on

Nritya Gopaldasji met with President of Vishwa Shanti Kendra and President of Ram Janmabhoomi Tirtha Kshetra Trust.

સામ્પ્રત સમયે ભાગ્યશાળી ભારત રાષ્ટ્ર રામલલાના રંગે રંગાઈ ગયો છે અને ૨૦૨૪ જાન્યુઆરીની ૨૨ તારીખના મંગલ મૂહુર્તમાં રામલલા – મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભવ્ય અને નવ્ય મંદિર મહેલમાં બિરાજમાન થયા. સદીઓથી સૌ આર્યભક્તો – સનાતન ધર્મીઓની પ્રાર્થના સ્વીકારાઈ છે. અને ખાસ કરીને બધાયનો જે સમૂહ બળ – સંઘે શક્તિ કલયુગે… એ ન્યાયે એમાં મોટો ફાળો છે.

Nritya Gopaldasji met with President of Vishwa Shanti Kendra and President of Ram Janmabhoomi Tirtha Kshetra Trust.

આપણા સનાતનીય ધર્મચાર્યો અને આપણા બાહોશ, બહાદુર, ધર્મવીર અને શૂરવીર એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર – અમદાવાદ ખાતે આપણા મહાન સંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ જન્મભૂમિ (મથુરા)ના અધ્યક્ષ પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત વૈષ્ણવ કુલભૂષણ શ્રી નૃત્યગોપાલદાસજી મહારાજ પધારતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા પૂજનીય સંતો અને ટ્રસ્ટી મંડળ તેમજ હરિભક્તોએ તેઓશ્રીને પરમ ઉલ્લાસભેર પ્રેમથી આવકાર્યા હતા.

Advertisement

સ્વામી નૃત્યગોપાલદાસજી મહારાજનો એ જ સંકલ્પ હતો કે વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌ સુખચેનથી જીવન જીવે. સહુ કોઈએ બહુ જ પ્રેમથી આદરભાવથી અવિસ્મરણીય અવસરનો લ્હાવો લીધો હતો.

Advertisement
error: Content is protected !!