Chhota Udepur
ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તથા ધાબડા વિતરણ કરવામાં આવ્યું.
પ્રતિનિધિ, કાજર બારીયા
સંખેડા તાલુકાના ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા ખાતે તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે ટીબી ની સારવાર લઈ રહેલા ૧૬૦થી વધુ દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તથા ધાબડા અને ઠંડી સામે રક્ષણ આપે તે પ્રકારની ગરમ ટોપી નુ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા એર ફોર્સ ફેમિલી વેલફેર એસોસિયેશન દરજીપુરા વડોદરા ના સહયોગથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો , જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના ડો.કુલદિપ શર્મા તથા વાલસિગભાઈ રાઠવા ઉપરાંત ભાટપુર સરપંચ પ્રમોદ તડવી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં મેડીકલ ઓફિસર ડો. પૂર્વી બોપલીયા, શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન નાં પ્રમુખ કનુભાઇ લિંબાચીયા , ઉપપ્રમુખ જગતકુમાર , તથા ગીરીશભાઈ ગાંધી,કે.જે પટેલ તેમજઆરોગ્યના કર્મચારીઓહાજર રહ્યા હતા.
જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા ખાતેના કાર્યક્રમમાં સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજીવ નયન તેમજ તાલુકા ટીબી સુપરવાઈઝર ઓમપ્રકાશ કામોલ તથા દિનેશ ભાઈ વણકર સહિત ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે પણ ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા જ્યાં આસિસ્ટન્ટ ડાયરેકટર ડો.ફીનાવકર પણ ઉપસ્થિત રહી શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન ની આ સરાહનીય કામગીરી ને બીરદાવી હતી તેમજ ટીબી નાં દર્દીઓ ને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સ્થાનિક ટીબી સુપરવાઈઝર અજયસિંહ સોલંકી એ દર્દીઓ ને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું અને કાર્યક્રમ નાં અંતે તમામ ઉપસ્થિત નો આભાર વ્યક્ત કર્યો હતો.