Chhota Udepur

જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે જરુરીયાત મંદ એચઆઈવી ગ્રસ્ત દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

એઆરટી સેન્ટર, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે એપી પ્લસ (વિહાન)એનજીઓ નાં મનિષાબેન, વિકલ્પ એનજીઓ નાં સોહેલ મન્સૂરી, વિપુલભાઈ મકવાણા તથા ડો.રાહુલ ગામીત,ડો. પ્રદિપ અસારી, પ્રકાશ રાઠવા,યોગેશ ચૌહાણ, કમલેશભાઈ રાઠવા, અનિલભાઈ સુતરીયા, કાર્તિક અગ્રવાલ, અજયભાઈ રાઠવા, પ્રકાશભાઈ બારીઆ, અશ્વિનભાઇ રાઠવા સહિત નાં દાતાઓના સહયોગથી એચઆઈવી ગ્રસ્ત લાભાર્થી દર્દીઓ માટે ત્રણ મહિના સુધી ચાલે તે પ્રમાણે ની પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કરવામાં આવી હતી

Advertisement

જેમાં જનરલ હોસ્પિટલ નાં સુપ્રિટેન્ડેન્ટ અને મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો.સમીર પરિખ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ટીબી એચઆઈવી કો- ઓર્ડીનેટર વાલસિંગભાઇ રાઠવા, ડો.રાહુલ ગામીત,એઆરટી સેન્ટર નાં કાઉન્સિલર મયુરભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version