Chhota Udepur
ટીબી રોગના દર્દીઓ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે. તે ઉપરાંત જયાં સુધી દર્દી ની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહાર ની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૫૦૦ જમા કરાવવા માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવા માં આવે છે. આના સિવાય પણ ટીબી રોગના દર્દીઓ ને સાજા થવા માટે પૌષ્ટિક આહાર ની જરૂર હોય છે. તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરી ને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ૫૦ થી વધુ ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.
જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી નાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોહમ્મદ હૂશેન ખત્રી , સુર્યા ઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો ભારતી ગુપ્તા તથા દિપક ફાઉન્ડેશન નાં લક્ષ ઠાકર ઉપરાંત સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંધરા નાં સુપરવાઈઝર પ્રેમલાભાઈ રાઠવા સહિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં સુપરવાઈઝર તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.