Chhota Udepur

સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી .

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

ટીબી રોગના દર્દીઓ માટે સરકાર શ્રી તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દી ની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહાર ની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૫૦૦જમા કરાવવા માટે ની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવા માં આવે છે આના સિવાય પણ ટીબી રોગના દર્દીઓ ને સાજા થવા માટે પૌષ્ટિક આહાર ની જરૂર હોય છે તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરી ને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ૫૭ જેટલા ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.

જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી નાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોહમ્મદ હૂશેન ખત્રી તથા દિપક ફાઉન્ડેશન નાં દક્ષિત યોગેશકુમાર ખંભાતા તથા લક્ષ ઠાકર ઉપરાંત સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી, તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગભાઈ દરજી , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંધરા નાં સુપરવાઈઝર પ્રેમલાભાઈ રાઠવા સહિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં સુપરવાઈઝર તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version