Chhota Udepur
સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા તાલુકા હેલ્થ કચેરી કવાંટ નાં સહયોગ થી પાવીજેતપુર નાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તથા વેપારી મંડળ કવાંટ ઉપરાંત પાનવડ વેપારી મંડળ નાં સહકાર થકી કવાંટ તાલુકાના ૨૦૦ થી વધુ ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી, સામુહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, ભારતીય જનતા પાર્ટીના કવાંટ તાલુકાના આગેવાન વિજયભાઈ રાઠવા, કવાંટ ગ્રામ પંચાયત નાં સરપંચ મહેશભાઈ રાઠવા,ઉપ સરપંચ સંદીપભાઇ પંચાલ સહિત પાવીજેતપુર તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત વણકર, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા, વાલસિંગભાઇ રાઠવા તથા કુલદીપસિંહ ગોહિલ તેમજ જિલ્લા એપીડેમિક મેડિકલ ઓફિસર ડો ગણેશ ચૌધરી તથા કવાંટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં તબીબી અઘિકારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા ૨૦૦ થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા ટીબી સુપરવાઈઝરો રફીકભાઇ સોની તથા અરવિંદભાઈ રાઠવા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમ નું સંચાલન આરોગ્ય સુપરવાઈઝર રણછોડભાઈ ભાઇલાભાઇ રાઠવા એ કર્યું હતું અને કાર્યક્રમ નાં અંતે તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર દ્વારા તમામ ઉપસ્થિત નો આભાર વ્યક્ત કર્યો હતો.