Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર લેતા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી .
પ્રતિનિધિ, કાજર બારીયા
ચાર ભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચાલતી નિક્ષય મિત્ર સ્કીમ હેઠળ તેજગઢ અને ઝોઝ વિસ્તાર ના ૧૦ જેટલા ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ તથા ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી ગરમ ધાબળા પણ વિતરણ કરવામાં માટે નો કાર્યક્રમ યોજાયો હતો. ટીબી રોગના દર્દીઓ ને સરકાર શ્રી દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે પરંતુ તે ઉપરાંત પૌષ્ટિક આહાર લેવું પણ ખુબ જરૂરી રહે છે તે બાબત ને ધ્યાનમાં લઈ સેવા ભાવી દાતાઓના સહયોગથી ટીબી રોગના દર્દીઓ ને દત્તક લઇ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવા માં આવે છે
જે સ્કીમ દ્વારા છ મહિના સુધી એટલે કે સારવાર પૂર્ણ ચાલે ત્યાં સુધી દત્તક લઇ દર મહિને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરાશે તેમ ચાર ભુજા સેવા ટ્રસ્ટ એ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા ચાર ભુજા સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અશોકભાઇ અજમેરા, ટ્રસ્ટી સંજયભાઈ સોની તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મનિષભાઈ મોદી, વાલસિંગભાઇ રાઠવા તથા મનહરભાઈ વણકર અને પરેશભાઈ વૈદ સહિત લાભાર્થી ટીબી નાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.