Uncategorized
ટીબી રોગ ના દર્દીઓ તથા સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

(કાજર બારીયા,છોટાઉદેપુર)
દેશ ના વડાપ્રધાન ની “ટીબી મુક્ત ભારત અભિયાન” ઝૂંબેશ અંતર્ગત નિક્ષય પોષણ સ્કીમ હેઠળ સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી ટીબી રોગના દર્દીઓ ને વધારાનું પૌષ્ટિક આહાર મળી રહે તેવી એક વ્યવસ્થા ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ના પ્રયાસોથી અનુપમ મિશન એનજીઓ સાથે સંકલન કરી છોટાઉદેપુર જિલ્લાના ૫૦૦ થી વધુ લાભાર્થીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.
જેમાં ઘરડા કેમિકલ લિમિટેડ પાનોલી ના સહયોગથી અનુપમ મિશન એનજીઓ દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્મ રાખવામાં આવ્યો હતો ગઇ કાલે તણખલા પલાસણી, ખરેડા,સેંગપુર બાદ આજે તારીખ ૧૭ ડીસેમ્બર કવાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી શરુઆત કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઇ રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.એમ ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ પ્રજાપતિ, મેડિકલ ઓફિસર ડો.હિતેશ રાઠવા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી વાલસિંગભાઈ રાઠવા કવાંટ, મનહરભાઈ વણકર, રફીક સોની, અરવિંદભાઈ રાઠવા, રાહુલ રાઠવા સહિત કવાંટ તાલુકાના જીતેશભાઇ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે અનુપમ મિશન એનજીઓ ના સાધુ સતીષદાસજી, સાધુ મણીદાસજી,ડો. વનરાજસિંહ સોલંકી સહિત ની ટીમ દ્વારા મંદવાડા,આથા ડુંગરી, નવાલજા,પીપલદી કનલવા, સૈડીવાસણ, કડીપાણી, ખાંટીયાવાંટ સહિત ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના ૫૦૦ થી વધુ લાભાર્થીઓ ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.