Chhota Udepur
આદિવાસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ પાવીજેતપુર ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આદિવાસી ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ પાવી જેતપુર ખાતે જી.એન.એમ પ્રથમ વર્ષ તેમજ એ.એન.એમ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનાં શપથવિધિ (ઓથ સેરેમની) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય તેમજ તુલસી સેવાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ની અધ્યક્ષતામાં યોજાયો હતો. સાથે મહેમાનોમાં નિરવભાઈ રાઠવા, ડૉ. આર આર કગરાના, ડૉ.જે આઈ ટેલર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સંસ્થાના મેનેજમેન્ટ કરતા અમિતભાઈ પરમાર તથા આચાર્ય રિંકલબેન વણકર તથા તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો