Chhota Udepur

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી માં લેવાયા સપથ

Published

on

છોટાઉદેપુર: તા. ૨૫:
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં નિવાસી અધિક કલેકટર આર.કે ભગોરાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા નિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી બંધારણીય ફરજ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક વોટ ઉમેદવારનું ભાવિ નકકી કરે છે જેથી તમામે મતદાન કરવું જોઇએ એમ જણાવી તેમણે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો આશય સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી મતદાન અંગે જાગૃતિ આવે એ માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

૧૩૭-છોટાઉદેપુર વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ ભારતના પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન.શેષન અને સુકુમાર સેને ભારતની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શી બનાવવા માટે આપેલા યોગદાન અંગે જણાવી તેમણે નાગરિક તરીકે રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજી ૧૮ વર્ષથી ઉપરના તમામ યુવાઓએ મતદાર તરીકે નોંધણી કરાવવી જોઇએ એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓકટોબર એમ ચાર તબકકામાં નવા મતદારોની નોંધણી કરવાનું ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી કરવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું.

Advertisement

કાર્યક્રમ દરમિયાન ચૂંટણીમાં સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા સતત અને સાતત્યપૂર્ણ યોગદાન આપવા બદલ બે સિનીયર સીટીજનોનું શાલ તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રસંશાપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન સારી કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત બુથ લેવલ ઓફિસર, સુપરવાઇઝર અને કેમ્પસ એમ્બેસડરોનું પણ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તમામ મામલતદારો, સુપરવાઇઝરો, ચૂંટણી મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિ, નાયબ મામલતદાર સુરેશભાઇ પ્રજાપતિ, મેહુલભાઇ પરમાર, ચૂંટણી શાખાના અન્ય અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version