Connect with us

Gujarat

ફરજનિષ્ઠા : “લોકોને બચાવવા આજે તેમનો એકનો એક પાંચ વર્ષનો દીકરો હંમેશ માટે ચાલ્યો ગયો.”

Published

on

Obligation: "Today one of his five-year-old son left forever to save people."

અદ્રશ્ય છતાં ચોતરફ હાહાકાર મચાવતા એવા કોરોનાની બીજી લહેર પોતાની પરાકાષ્ઠાએ હતી. મોતનો આંકડો શેરબજારમાં આવેલી તેજી જેવી ગતિ પકડી રહ્યો હતો. મોટી મોટી હોસ્પિટલોની બહાર એક બાજુ એમ્બ્યુલન્સ અને બીજી તરફ શબવાહિનીઓની લાઈનો લાગેલી હતી, એક મરણચીસ શમે નહીં ત્યાં તો બીજી કાગારોળ મચાવી મૂકે. એવામાં કોણ બચશે અને કોણ ઊગરશે એનું કંઈ જ નક્કી નહોતું.ચારે બાજુ જાણે મોતનું તાંડવ ખેલાતું હતું !
ડોક્ટરો સૌ પોતાની જાત અને કુટુંબની પણ પરવાહ કર્યા વિના રાત-દિવસ કોરોનાને માત આપવા અથાગ પ્રયત્નો કરી રહ્યાં હતાં. ડૉ.પરમ પણ એક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ઓપીડી ચલાવી રહ્યા હતાં. છેલ્લા ત્રણ દિવસથી તો દર્દીઓનો ધસારો એટલો વધી ગયો હતો કે તેઓ ઘરે પણ નહોતા જઈ શક્યા કે પુરી ઊંઘ પણ નહોતા લઈ શક્યા.

આજે લગાતાર અને અવિરત એમની સેવાનો ચોથો દિવસ હતો એટલે ઉપરી સાહેબે પણ હમણાં જ આવી ડૉ.પરમને અડધા દિવસની રજા આપી ગયાં હતાં. તેઓ ઘરે જવાની તૈયારી કરતાં હતાં એટલે પોતે ત્રણ દિવસથી પહેરેલી પી.પી.ઈ. કીટ ઉતારવા પહેલાં હાથના મોજા કાઢી રહ્યા હતા, બરાબર એજ વખતે સામેના મેજ પર પડેલો તેમનો મોબાઈલ રણક્યો. આસપાસ કોઈ નહોતું એટલે તેઓ ઝડપથી આગળ વધી મોબાઈલ ઉપાડ્યો. સામે કંઈક ગંભીર સમાચાર હતા એવું એમના મુખ ઉપરથી લાગતું હતું. ” શું….? કયારે…? ” એના સિવાય આગળ કંઈ જ બોલ્યાં વિના તેઓ તાબડતોબ હોસ્પિટલમાંથી બહાર નીકળી પોતાના ઘર તરફ ધસી ગયા.

Advertisement

Obligation: "Today one of his five-year-old son left forever to save people."

રાતના અગિયાર વાગવા આવ્યા હતાં. ડૉ. પરમ નમ આંખે અને લાચાર ચહેરે હોસ્પિટલના પગથિયાં ચડી રહ્યાં હતાં. તેમનો પરત ડ્યુટી પર હાજર થવાનો સમય આમતો છ વાગ્યા નો હતો પણ તેઓ અત્યારે આવી રહ્યા હતા. તેમના આવતા વેંત એક અમીર જેવા લાગતા માણસે તેમનો ઉધડો લઈ નાખ્યો,” ડો.પરમ તમને તમારી ફરજની કંઈ ભાન પડે છે કે નહીં ? તમારી બેદરકારીના લીધે મારો એકનો એક જુવાન દિકરો કયારનો હેરાન થાય છે ખબર છે કંઈ ? તમે મને હજું ઓળખતા નથી ! રાતોરાત ક્યાંય બદલી કરાવી દઈશ.”

ડૉ.પરમ કશું જ બોલ્યાં વિના જાણે કડવો ઘૂંટ ગળે ઉતારતાં હોય એમ બધું ચૂપચાપ સાંભળી રહ્યાં. ગુસ્સો કે અણગમાનો જરીક ભાવ પણ ન છતો કર્યો. સી.એચ.ઓ. સાહેબ નજીક આવી ડૉ.પરમને એક બાજુ લઈ જઈ સમજાવતા કહ્યું,” માફ કરજો ડૉ.પરમ ! હું દિલગીર છું, મને ખબર છે તમારા ઉપર શું વીતી રહ્યું હશે, તમે એક નિષ્ઠાવાન ડૉકટર છો એ હું સારી રીતે જાણું છું પણ આવા માલદાર લોકો ને આ બધું કેવી રીતે સમજાવું? આઈ એમ રીયલી સોરી. ”
આગળનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ ડો.પરમ ઉંડો શ્વાસ લઈ ત્યાંથી પોતાના વૉડૅ તરફ ચાલવા લાગ્યા. અંદર જઈ પી.પી.ઈ. કીટ પહેરવા લાગ્યા. સામેના વૉડૅના દરવાજામાં પરમનો સાથી મિત્ર ક્યારનોય તેને ભીની આંખો જોઈ રહ્યો હતો. બાજુમાં ઉભેલી નસૅ પણ આ દ્રશ્ય જોઈ રહી હતી, તેનાથી ના રહેવાતા તેણે પુછી જ નાખ્યું,” હે ડોક્ટર ! પરમ સર ક્યારેય નહીં ને આજે આટલા મોડા કેમ પડ્યાં ? ”

Advertisement

જવાબમાં પેલો સાથી ડોક્ટરે રીતસરનુ ડુસકા નાખી દીધું. રડતી આંખે તે એટલું માંડ બોલી શક્યો, ” લોકોને બચાવવા આજે તેમનો પોતાનો એકનો એક પાંચ વર્ષનો દીકરો જેને સમયસર ઓક્સિજન નો બોટલ અને બેડ ના મળતાં તે હંમેશ માટે ચાલ્યો ગયો છે.” પછી પેલાં બહાર ઉભેલા ધનિક માણસને હાય આપતો હોય એમ બોલી ઉઠ્યો, “અહીંયા એક બેડ ખાલી હતો એટલે ડૉ.પરમ પોતાના દિકરાને અહીં લેવા જ ગયાં હતાં પણ આ માણસે ઉંચી પહોંચ બતાવી એ બેડ પચાવી પાડ્યો ! બિચારો પરમ કાબેલ ડોક્ટર હોવાં છતાં પણ પોતાના દિકરાને બચાવી ના શક્યો. એની આંખો ઉભરાઈ રહી હતી અને સામેના વૉર્ડમાં ડૉ.પરમ પેલાં ધનિક માણસના દિકરાની સારવારમાં લાગી ગયો હતો. કેવી ફરજનિષ્ઠા કહેવાય નઈ ?

:- વિજય વડનાથાણી.

Advertisement
error: Content is protected !!