Vadodara
વડોદરામાં કેમિકલ એક્સીડેન્ટ અન્વયે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપ દ્વારા ઑફ સાઈટ ઇમરજન્સી મોકડ્રિલ યોજાઈ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામ સ્થિત શિવા કંપની ખાતે કેમિકલ એક્સીડેન્ટ ઇમરજન્સીને ધ્યાને રાખી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપ વડોદરા દ્વારા જિલ્લા લેવલની ઑફ સાઈટ મોકડ્રિલ યોજવામાં આવી. આ મોકડ્રિલ દરમ્યાન કંપનીઓમાં બનતી ગંભીર ઘટનાઓને કેવી રીતે કાબુમાં રાખવી એ હેતુને કેન્દ્રમાં રાખી ને મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. જેથી મોકડ્રિલ વખતે થયેલી નાની મોટી ભૂલોને સુધારવાની તક પણ મળી રહે છે તેમજ કંપની સ્ટાફને તાલીમ અંગેની વિશેષ જાણકારી પણ મળી રહે છે.
દર ૬ મહિને લોકલ લેવલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે, જેમાં પાદરા, વાઘોડિયા, નંદેસરી, સાવલી, તેમજ કરજણ જેવી કંપનીઓમાં તેનું આયોજન કરવામાં આવે છે જયારે આ વર્ષ દરમ્યાન જિલ્લા લેવલની વાર્ષિક મોકડ્રિલનું આયોજન લુણા ગામની શિવા કંપનીમાં કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં જોઈન્ટ ડાયરેક્ટર એચ. સી. બામણ્યા, આસી. ડાય. એચ. પી. પરમાર તેમજ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ડીશ ટીમ, જી.એ.સી.એલ, આઈ. ઓ. સી. એલ., જી. એસ. એફ. સી., જી. એ. આઈ. એલ., રિલાયન્સ જેવી કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ આર. જી. એસ. એસ., ઈ. આઈ. સી. એલ., પોલીસ ડિપા., ફાયર સ્ટેશન ડિપા., મેડિકલ ટીમ, ઓ. એચ. સી. ટીમ જેવી ઇમરજન્સી કન્ટ્રોલ ટીમ પણ ઉપસ્થિત રહી આ મોકડ્રિલ પ્લાનને સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.