Uncategorized
પેટ્રોલ ડિઝલ ભરીને આવેલા ટેન્કર નાં સીલ્ સાથે છેડખાની કરતાં અધિકારીઓએ તપાસ હાથ ધરી
(સાવલી)
સાવલી નગર માં ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ માં પેટ્રોલ ડિઝલ ભરી ને આવેલ ટેન્કર નાં કંપની સિલ સાથે છેડખાની અને તૂટેલું જણાઈ આવતા પંપ સંચાલકે કાનૂની માપ વિજ્ઞાની શાખા નો સંપર્ક કરતા હાલ ટેન્કર જૈસે થે ની સ્થિતિમાં મૂકી તપાસ હાથ ધરી છે
સાવલી ખાતે આવેલ પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા પેટ્રોલ ડીઝલ ભરીને આવેલ ટેન્કર પોતાની ટેન્ક માં ખાલી કરતા પહેલા ચેક કરતા છેડછાડ થયેલ ધ્યાને આવ્યું હતું સ્ટોક ભરી આવેલ ટેન્કર નાં સીલ્ માં છેડખાની કરી હયગય થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે
અને પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા કાનૂની માપ વિજ્ઞાન શાખા નાં અધિકારી પી એમ કનઝારીયા ના જણાવ્યા મુજબ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અધિકારી ઓ દ્વારા જાણવા મળ્યા મુજબ
જામનગર થી પેટ્રોલ ડીઝલ ભરી ને આવેલ ટેન્કર માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તોલમાપ અને ગુણવત્તા ની ચકાસણી કરેલ નું સિલ્ અને ત્યાર બાદ નાયરા કંપનીનું શિલ્ડ લગાડવા માં.આવતું હોય છે જેમાં નાયરા કંપની નાં સિલ તૂટેલા હોવાનું કબૂલ્યું છે અને હાલ ટેન્કર ને ઉભી કરી દેવામાં આવી છે સાથે સાથે પેટ્રોલ પંપ નાં માલિક દ્વારા પોલીસ ને પણ જાણ કરવામાં આવી છે અને
પેટ્રોલ ડીઝલના ભરેલા ટેન્કરમાં શિલ્ડ અને તોલ માપ અને જથ્થામાં કોઈપણ જાતની છેડખાની થઈ છે કે કેમ તેની હાલ તપાસ ચાલુ છે
તસવીરમાં સાવલી ના નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ભરીને આવેલી ટેન્કર માં સિલ તૂટ્યા ની શંકાના પગલે અધિકારી ઓ કાર્યવાહી કરતા નજરે પડે છે