Gujarat

ઘોઘંબામાં ગેરકાયદે ખનીજ અને લાકડા ભરી જતા ૬ વાહનો સાથે ૨.૫ કરોડ નો મુદ્દામાલ જપ્ત

Published

on

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ ચોકડી ઉપરથી ગઈકાલે રાત્રે હાલોલ પ્રાંત અધિકારીએ અનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા ત્રણ હાઇવા ટ્રક, એક ટ્રેક્ટર અને ગેરકાયદે લાકડા ભરી જતા બે ટ્રક પકડી પાડ્યા હતા. તમામ વાહનો સિઝ કરી ઘોઘંબા મામલતદાર કચેરી ખાતે મોકલી આપી ગુજરાત પ્રીવેન્શન ઓફ ઈલિગલ માઈનીંગ એન્ડ ટ્રાન્સપોર્ટ રુલ્સ 2017, અને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા મુજબ કાર્યવાહી કરતા રાતના અંધારામાં બે નંબરની ખનીજ ચોરી કરનારાઓ અને લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઘોઘંબા-દેવગઢ બારીયા રોડ ઉપર આવેલ દામાવાવ અને તેની આજુબાજુનો ડુંગરાળ અને જંગલ વિસ્તાર બે નંબરમાં ખનીજ ચોરી કરનારાઓ અને લાકડા ચોરો માટે કમાણી કરવા માટે ઉત્તમ સાબિત થઈ રહ્યો છે. આ વિસ્તારમાં લખલૂટ માત્રામાં ખનીજ સંપત્તિ અને વન્ય સંપત્તિને લૂંટવામાં આ બે નંબરીયાઓએ કોઈ કચાસ રાખી નથી. આ કુદરતી સંપત્તિને સાચવવાની જેઓની જવાબદારી છે. ગઈકાલે રાત્રે હાલોલ નાયબ કલેક્ટરના ચાર્જમાં આવેલા જિલ્લા પુરવઠા અધિકારી એ.ચટી. મકવાણાએ નવા આવેલા ઘોઘંબા મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ અને સ્ટાફ સાથે નીકળી ખનીજ ચોરી કરી જઈ રહેલા ચાર અને લાકડા ચોરી કરી જતા બે વાહનો ઝડપી પડતા આ ધંધામાં સંડોવાયેલા બે નંબરીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

દામાવાવ ચોકડી પાસેથી રાત્રિના અંધારામાં ગેરકાયદે ઓવરલોડ રેતી ભરી જતા ત્રણ હાઇવા, એક ટ્રેક્ટર અને લીલા લાકડા ભરેલા બે ટ્રક ઝડપાઇ ગયા હતા. રાત્રે ઘોઘંબા મામલતદારને સાથે રાખી પેટ્રોલિંગમાં નીકળેલા હાલોલ પ્રાંત અધિકારીએ તમામ વાહનો સિઝ કરાવ્યા હતા. તમામને વજન કાંટા ઉપર વજન કરાવી મધ્ય રાત્રે ઘોઘંબા મામલતદાર કચેરીએ મોકલી આપી ખનીજ ચોરી કરી જતા વાહનો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઈનીંગ એન્ડ ટ્રાન્સપોર્ટ રુલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી કરી હતી. તથા લાકડાના બે ટેમ્પો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ મુજબ કાર્યવાહી કરતા ખનીજ ચોરો, લાકડા ચોરો માજ નહીં આવી પ્રવૃત્તિઓને બેરોકટોક ચાલવા દઈ આંખ આડા કાન કરવાની વૃત્તિવાળા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

– રેતી ભરી ત્રણ ટ્રક, એક ટ્રેક્ટર અને બે લાકડા ભરેલા ટ્રક હાલોલ SDMએ ઝડપી પાડયા
– પંચમહાલના “નાયક” અધિકારી એચ.ટી. મકવાણાની વધુ એક દહાડ,બેફામ બનેલા ખનીજ માફિયા અને લાકડા ચોરો ઉપર સપાટો.
– કડકડતી ઠંડી માં ખનીજ અને લાકડા ચોરોને “નાયક” અધિકારી એચ.ટી.મકવાણાએ પસીના છોડાવ્યા

Advertisement

Trending

Exit mobile version