Connect with us

Panchmahal

.૩૦ એપ્રિલે સરકારી પોલીટેકનિક હાલોલ ખાતે ઇજનેરી અભ્યાસક્રમ બાબતે સેમિનાર યોજાશે

Published

on

.On 30th April, a seminar will be held at Government Polytechnic Hallol regarding engineering curriculum

પંચમહાલ જિલ્લા ના હાલોલ ખાતે ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા વર્ષ ૨૦૨૩-૨૪ છેલ્લા ત્રણ વર્ષની જેમ સંપૂર્ણ ઓનલાઈન કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરાયું છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા ઉમેદવારો અને વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવેશ સમિતિ દ્વારા તારીખ ૩૦-૦૪-૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે હાલોલ ખાતે નિયુક્ત નોડલ સંસ્થા, સરકારી પોલિટેકનિક હાલોલના અધિકારીઓ તેમજ પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા ચર્ચાસભા અને માર્ગદર્શનનું આયોજન કરાયું છે.

.On 30th April, a seminar will be held at Government Polytechnic Hallol regarding engineering curriculum

આ કાર્યક્રમ સેમિનાર હૉલ, પ્રથમ માળ, સરકારી પોલિટેકનિક હાલોલ, પ્રાંત કાર્યાલયની બાજુમાં, કંજરી રોડ, હાલોલ ખાતે યોજાશે. ઉપર મુજબના સ્થળે ઉમેદવારો અને વાલીઓને સદર કાર્યક્રમમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવનાર હોઈ તેનો મહતમ લાભ લેવા જણાવવામાં આવે છે. કાર્યક્રમમાં ઉમેદવારો અને વાલીઓએ કાર્યક્રમ શરૂ થવાના અડધા ક્લાક પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરવા આગ્રહ કરાયો છે. સદર કાર્યક્રમ દરમ્યાન કોવિડ-૧૯ અંગેની સરકારની સૂચનાઓનું પાલન કરવા પણ સરકારી પોલીટેકનિક હાલોલના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!