Gujarat
ઉતરાયણના બંને દિવસે હજારો ઘાયલ પક્ષીની નિસ્વાર્થ ભાવે સંસ્થાએ ઓપરેશન કરી જીવ બચાવ્યો
ઉતરાયણ હર્ષોલ્લાસનો તહેવાર છે પણ આ તહેવાર પક્ષીઓ માટે સૌથી ખતરનાક તહેવાર બની ગયો છે. ઉતરાયણના બંને દિવસે અસંખ્ય પશુ પક્ષીઓ દોરીને લીધે ઘાયલ થયા છે. તો કેટલાક પક્ષીઓનું દોરી વાગવાને લીધે મોત પણ થયું છે અને કેટલાક પક્ષીઓને સામાજિક સંસ્થા દ્વારા બચાવી પણ લેવામાં આવ્યા છે.
કરુણા અભિયાન અંતર્ગત સરકારની સાથે સાથે અનેક એવી સામાજિક સંસ્થાઓ છે જે પક્ષીઓને જીવ બચાવવા માટે ઉતરાયણ અને એ પછી પણ સતત ખડેપગે રહે છે. આ સામાજિક સંસ્થાઓ ઉતરાયણની પહેલા અને પછી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે અને તેમનો જીવ બચાવે છે.
પૂર્વ અમદાવાદમાં કાર્યરત નિસ્વાર્થ સંસ્થા દ્વારા 600થી વધુ પક્ષીઓને ઓપરેશન કરી બચાવી લેવામાં આવ્યા છે. ઉતરાયણના બંને દિવસ 600થી વધુ એમને પક્ષી ઘાયલ થયા હોવાના કોલ મળ્યા હતા.
જોકે કેટલાક પક્ષીઓ સ્વસ્થ થઈ જતા તેમને રિલીઝ પણ કરી દેવામાં આવ્યા છે. ઉતરાણ પતી જાય પછી પણ નિસ્વાર્થ સંસ્થા ઘાયલ પક્ષીઓ ના બચાવ કાર્ય માટે ખડે પગે રહેશે.