Gujarat
વડોદરામાં NCPCR દ્વારા ‘બાળ સુરક્ષા’ વિષય પર જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ
જિલ્લાની શાળાઓના ૧૩૦ જેટલા તાલીમાર્થીઓ કાર્યશાળામાં સહભાગી થયા
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તથા રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા વડોદરા જિલ્લામાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા બાળકોની સુરક્ષા વિષય પર એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ૧૩૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી.
આ કાર્યશાળામાં વડોદરાના ૮ તાલુકાના ૧૩૦ તાલીમાર્થીઓ સહભાગી થયા હતા. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મહેશભાઈ પાંડે દ્વારા “સેનસેટાઈજેશન ઓન કોમ્પ્રેસેન્સીવ મેન્યુઅલ ફોર સેફ્ટી ઓફ ચિલ્ડન, ઇન સ્કૂલ ઇનકલ્યુડીંગ સાયબર સેફ્ટી”ના વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં પ્રેરણાત્મક ઉદાહરણો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, નિપુણ ભારત, RTE-2009, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બાળ સુરક્ષા બાબતે સમજ આપવામાં આવી હતી.
ઈન્ટરનેશનલ સ્કૂલના બાળ મનોચિકિત્સક અને પ્રિન્સિપાલ ડૉ. ગાંગુલી દ્વારા શિક્ષણના વિવિધ જૂથ, વિધાર્થી સામે શિક્ષા ન કરવા અને માનભેર વર્ગખંડમાં સાચવણી અને મનો માવજત કરવા સંદર્ભે સુંદર સમજ આપવામાં આવી હતી. જેમાં બાળકોની સુરક્ષા,સલામતી અને સાયબર ગુનાઓને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં નાયબ પ્રા.શિ. હેમતભાઈ માછી, યાદવ, એજયુકેશન ઇન્સપેક્ટર તાલુકા પ્રથમિક શિક્ષણાધિકારીઓ,બીઆરસી કો.ઓર્ડિનેટર, સીઆરસી કો.ઓર્ડિનેટર, પ્રાથમિક તથા માધ્યમિક શાળાના આચાર્યઓ, એસએમસી, એસએમડીસી હાજર રહ્યા હતા.