Dahod
શ્રાવણ મહિનાના સોમવારે ઝાલોદ નગરના શિવ મંદિરોમાં ભક્તો શિવ મંદિરે પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા

(પંકજ પંડિત દ્વારા)
શ્રાવણના આખા મહીના દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરાયું
શિવ ભક્તો આમતો શ્રાવણના આખા મહિના દરમ્યાન વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે તેમાંય શ્રાવણના સોમવારે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો શિવ પૂજા કરવા મંદિરે ઉમટી પડતાં હોય છે. શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે વિશેષ આસ્થા ધરાવતું હોય છે. શ્રાવણના સોમવારે શિવ ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ઉપવાસ પણ કરતા હોય છે. શ્રાવણના સોમવાર દરમ્યાન ભાવિક ભક્તો વહેલી સવારથી જ પૂજા અર્ચના કરવા મંદિરે જતા હોય છે. સોમવાર એટલે શિવજી ને પૂજન કરવાં માટે વિશેષ દિવસ હોવાથી ભક્તો પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા વિશેષ પૂજા અર્ચના કરવા મંદિરે ભીડ જામતી જોવા મળતી હોય છે.
નગરના સહુથી જૂના અને પ્રાચીન મંદિર એવા રામદ્વારા મંદિર પર ભગવાન શિવજી ની વિશેષ પૂજા કરવા ભક્તોનો વધું ઘસારો જોવા મળે છે. ભગવાન શિવજી ને એક લોટો પાણી ચઢાવવાથી પણ તેમના વિશેષ આશીર્વાદ મળે છે. ભગવાન શિવને ભજવવા માટે સોમવારના દિવસે વિશેષ પૂજા કરવા માટે પૂજાને લગતી દરેક સામગ્રી ચઢાવી આરતી કરી વિશેષ પૂજા શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી દરેક દંપતી પર શિવજીની કૃપા અને આશીર્વાદ થી દરેક સુખ સમૃદ્ધિ મળે છે. શિવજી ની પૂજા કરવા તેમજ તેમને રીઝવવા માટે શ્રાવણ મહિના થી વિશેષ કોઈ મહિનો હોતો નથી તેમાંય સોમવારની પૂજાનું શાસ્ત્રો અને ઋષિ મુનિઓ દ્વારા વિશેષ મહત્વ બતાવવા આવેલ છે.
સોમનાથ મહાદેવ મંદિરે આખા શ્રાવણ મહિનામાં ભોલેના ભક્તો માટે વિશેષ ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે.