Chhota Udepur
એક બાજુ સ્વચ્છતા અભિયાન ના દેખાડા અને બીજી બાજુ છોટાઉદેપુર કોર્ટ ની પાછળ કચરા ના ઢગલા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફોટા પડાવી દેખાડો કરતાં નેતાઓ ને છોટાઉદેપુર જીલ્લા ન્યાયાલય ના કેમ્પસ માં પાછળ ના ભાગે પડેલો કચરા નો ઢગલો નજરે નથી પડતો સ્વચ્છતા અભિયાન ના નામ ઉપર દેખાડો કરવા માટે હાથમાં ઝાડુ પકડી ફોટાઓ પડાવતા દંભી ઓએ સ્વચ્છતા ને વાસ્તવિક જીવન માં વણી લેવાની જરૂર છે તેવું નથી લાગતું ? માત્ર દેખાડો કરવા પુરતા “એક તારીખ એક કલાક” કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમ દાન કરવાની હાકલ દેશ ના વડાપ્રધાને કરી હતી જેના ભાગ રૂપે કોઈ દિવસ પડેલું કાગળ પણ નહીં ઉઠાવનારા લોકો એ પણ માત્ર દેખાવ પૂરતા હાથ માં સાવરણી ઓ પકડી ને ફોટા પડાવી ને સંતોષ માની લીધો છે પરંતુ હકીકત માં જો જોવા જઈએ તો કેટલાય સમય થી છોટાઉદેપુર કોર્ટ ની પાછળ ના ભાગે ઉકરડા ની જેમ કચરો ખાલી પડીકા, કોથળીઓ અને પ્લાસ્ટિક ની બોટલો નો ગંજ ખડકાતો જાય છે.
ત્યાં કોઈ ની નજર પણ નથી પડતી જો ખરેખર સ્વચ્છતા જ કરવી હોય તો આવી અનેક જગ્યાઓ જોવા મળશે જ્યાં ખરેખર કચરો પડેલો હોય છે તેની સફાઈ કરવી જોઈએ બાકી તો ઘણી જગ્યા એ તો કેટલાક લોકો એ ખુલ્લી જગ્યા માં બહાર થી કચરો લાવી ને ત્યાં ફેલાવી ને પછી તેની સફાઈ કરતાં હોવા નો ડોળ અને દંભ કરવામાં પણ કસર બાકી નથી રાખી ત્યારે સ્વચ્છતા ને ખરેખર એક ટેવ તરીકે જીવન માં અમલ માં મુકવાની જરૂર છે અને તે માટે સંકલ્પ લેવાની જરૂર છે