Uncategorized
પ્રજાસત્તાક પર્વે રીંછવાણી સરદાર પટેલ હાઇસ્કુલ દ્વારા વહીવટદાર આર.કે પગી નુ સન્માન

(ઘોઘંબા)
આજરોજ 26 મી જાન્યુઆરી નિમિત્તે સરદાર પટેલ હાઇસ્કુલ ના પ્રમુખ સી.ડી પટેલ તેમજ સરદાર પટેલ હાઇસ્કુલના આચાર્ય કમલેશભાઈ પટેલ દ્વારા રીંછવાણી ગ્રામપંચાયત માં વહીવટદાર તરીકે ઉત્તમ કામગીરી કરનાર આર.કે પગી નું આઝાદી ના પાવન પ્રસંગે સરદાર પટેલ હાઇસ્કુલ પરિવાર દ્વારા મોમેન્ટો આપી
સન્માન કરવામાં આવ્યુ હતું અને ગ્રામપંચાયત માં વહીવટદાર તરીકે તેમને બજાવેલી ફરજ ગામ માટે કરેલા વિકાસ કાર્યોની વિસ્તૃત હાજર સૌ બાળકોને માહિતી આપી હતી. દેશ માં ઘોઘંબા તાલુકાનાં આદિવાસી વિસ્તારના છેવાડાના ગામડાના વિકાસ કાર્યોની દિલ્હી સુધી નોંધ લઈ એવોર્ડ અપાવનારા વહીવટદાર આર.કે પગી નો આભાર વ્યક્ત કર્યો હતો