Panchmahal

ગુજરાતના ૬૩માં સ્થાપના દિને હાલોલ ને મળી ૧૮૧ અભયમ રેસક્યું વાનની ભેટ

Published

on

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને ગૃહ વિભાગ તરફથી ગુજરાતના ૬૩માં સ્થાપના દિન નિમિત્તે પંચમહાલ અભયમ ટીમને રેસક્યું વાનની ભેટ મળી છે.આજરોજ જિલ્લાના હાલોલ ખાતે આ રેસક્યું વાનનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. સરકારશ્રીની મહિલા સુરક્ષાની પહેલ તરીકે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વધુ એક અભયમ રેસક્યું વાનની ભેટ મળી છે. હવે જિલ્લાની દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની પીડીત મહિલાઓને અભયમ દ્વારા ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવની ઝડપી કામગીરી બનશે અને મહિલાઓને જરુરી મદદ પહોંચાડવામાં સુગમતા બની રહેશે.

 

Advertisement

હાલોલ ધારાસભ્ય જયદ્રહસિંહ પરમારે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી અભયમ વાનના શુભારંભથી પંચમહાલ જિલ્લાની પીડીત મહિલાઓને ઝડપી સેવાઓ પહોચાડવામાં મદદ મળી રહેશે. વધુમાં અભયમ સ્ટેટ પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલે સેવાઓ સંદર્ભે માહિતી આપતા જણાવેલું કે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી ગુજરાતમાં ૧૨ લાખ જેટલી મહિલાઓએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરેલ જેઓને ઇમરજન્સી કન્ટ્રોલરૂમમાં તાલીમ પામેલ કાઉન્સેલર દ્વારા યોગ્ય પરામર્શ આપવામા આવેલ અને જરૂરિયાતવાળા પીડીત મહિલાઓને સ્થળ પર અભયમ રેસ્ક્યું ટીમે પહોંચીને મદદ અને બચાવ પહોંચાડવામાં આવી રહેલ છે.

પંચમહાલ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૬૮૪૩ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૮૧૮ પીડીત મહિલાઓના કોલ આવ્યાં હતા, જેમાંથી અનુક્રમે ૧૩૦૩ અને ૧૪૩૪ જેટલી મહિલાઓને મુશ્કેલીના સમયે સ્થળ પર પહોચી મદદ,માર્ગદર્શન અને બચાવની કામગીરી કરાઈ છે. જિલ્લામાં મોટે ભાગે ઘરેલૂ હિંસા, માલમિલકતની વહેંચણી, લગ્નેતર સબંધ, લગ્ન જીવનના વિખવાદો, બાળ લગ્ન, વ્યસન કરી પજવણી, વહેમ,અંધશ્રધ્ધા વગેરેના કિસ્સાઓ નોંધાયેલા જોવા મળ્યા હતા.આ સાથે અભયમ ટીમ દ્વારા
સરકારની મહીલાલક્ષી યોજનાઓ, કન્યા કેળવણીને પ્રોત્સાહન,બાળ લગ્ન અને વહેમ નાબૂદી વગેરેના કિસ્સામાં પણ માર્ગદર્શન આપવામાં આવે છે.

Advertisement

આ પ્રસંગે હાલોલ નાયબ પોલિસ અધિક્ષક વી.જે.રાઠોડ દ્વારા આ વાનની ચાવી અભયમ ટીમને સોંપાઈ હતી જ્યારે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.બુઢિયા દ્વારા ફ્લેગ ઓફ આપી અભયમ સેવાનો સુભારંભ કરાયો હતો.
આ તકે મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ, પોલિસ ઇન્સ્પેકટર રવિરાજસિંહ જાડેજા,હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, પ્રવિણસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
* પંચમહાલ જિલ્લામાં અભયમની ટીમ દ્વારા છેલ્લા બે વર્ષમાં ૨૭૩૭ મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ,માર્ગદર્શન અને બચાવની કામગીરી કરાઈ

Advertisement

Trending

Exit mobile version