Mahisagar
સંતરામપુર માં બિરસા મુંડા ભગવાનની મૂર્તિ હટાવી દેતા આદિવાસી સમાજના ધરણાં પર

મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલ ST ડેપો ના કમ્પાઉન્ડ આવેલ બિરસામુંડા ભગવાનની મૂર્તિ હટાવી દેતા આદિવાસી સમાજમાં રોષ ની લાગણી છવાઈ હતી સંતરામપુર નગર પાલિકા દ્વારા આદિવાસી સમાજ જેની પુંજા કરેછે તેવા બિરસામુંડા ભગવાનની મૂર્તિ ST ડેપો ખાતે મુકવામાં આવેલ હતી.
જે મૂર્તિ ગતરોજ રાત્રિના સમયે 6 વાગ્યા ના સુમારે મુર્તિ ઉઠાવી લેવામાં આવી હતી મુર્તિ હતવ્ય ની વાત વાયુવેગે આદિવાસી સમાજ માં ફેલાતા લોકો માં રોષ વ્યાપી ગયો હતો જેથી આદિવાસી સમાજ ના આગેવાન પ્રવિણભાઈ પારગી આજરોજ ST ડેપોના મેદાનમાં ધરણાં પર ઉતર્યા હતા જ્યાં સુંધી બિરસામુંડા ભગવાન ની મુર્તિ જેતે જગ્યા ઉપર માનસન્માન સાથે મૂકવામાં નહીં આવે ત્યાં સુંધી આ ધારણા ચાલુ રાખવા આદિવાસીઓ મક્કમ બન્યા હતા
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર