Connect with us

Gujarat

સ્વતંત્રદિનની પૂર્વ સંધ્યાએ હાલોલ તાલુકા પંચાયતને દુલ્હનની જેમ શણગારવામાં આવી

Published

on

સ્વતંત્રદિનની પૂર્વ સંધ્યાએ હાલોલ તાલુકા પંચાયતને દુલ્હનની જેમ શણગારવામાં આવી

(અવધ એક્સપ્રેસ દ્વારા)

Advertisement

હાલોલ તાલુકામાં 78 માં સ્વતંત્ર પર્વને લઈને સરકારી અધિકારી, કર્મચારી તથા નગરજનોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે હાલોલ તાલુકામાં તિરંગા યાત્રા તથા હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે હાલોલ તાલુકા સેવા સદનના તાલુકા વિકાસ અધિકારી મનહરભાઈ રબારીએ સ્વતંત્ર પર્વને યાદગાર બનાવવા અને નગરજનોમાં દેશ પ્રેમની જાગૃતિ માટે તાલુકા સેવાસદનને એક નવોઢાની જેમ શણગારી હતી

તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી તાલુકા પંચાયતના કર્મચારીઓએફુગ્ગા, રંગબેરંગી સિરીઝ અને ફૂલોથી તાલુકા પંચાયત શણગારી હતી. તાલુકા પંચાયતી ઇમારત ઉપર તિરંગા રંગમાં લગાવવામાં આવેલી રંગબેરંગી લાઇટિંગે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી મનહરભાઈ રબારી દેશના આઝાદીના પર્વને પોતાનો તહેવાર માને છે. દેશ પ્રત્યે તેમની ભાવના અને સમર્પણ સ્વતંત્ર પર્વને લઈને તેમનામાં રહેલો ઉત્સાહ તેમની આંખોમાં ચમક તરીકે ઉપસી આવ્યો હતો

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!