Chhota Udepur
BOB નાં સ્થાપના દિવસ પર ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે HIV ગ્રસ્ત બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)
જનરલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે બેંક ઓફ બરોડા દ્વારા ૧૯ જુલાઈ બેંક ઓફ બરોડા નાં ૧૧૭ મા સ્થાપના દિવસ નિમિત્તે એપી+ એનજીઓ ના વિહાન પ્રોજેક્ટ ના સહયોગથી આર્થિક સ્થિતિ નબળી અને માતાપિતા વિહોણા એચઆઈવી ગ્રસ્ત નાના બાળકોને તેમની જરૂરીયાત મુજબ શૈક્ષણિક કીટ તૈયાર કરી ને આપવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જનરલ હોસ્પિટલ ના આરએમઓ ડો.સતિષ પ્રસાદ, જિલ્લા તાલીમ કેન્દ્ર નાં સિનિયર મેડિકલ ઓફિસર ડો.આશિષ બારીયા, જિલ્લા ટીબીએચઆઈવી કો- ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, જનરલ હોસ્પિટલ એઆરટી સેન્ટર કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ, એપી+ એનજીઓ ના વિહાન પ્રોજેક્ટ ડાયરેક્ટર સમીર ફોફલે તેમજ વેચાતભાઈ રાઠવા, અશ્વિનભાઈ રાઠવા ના તથા બેંક ઓફ બરોડા નાં અધિકારી/ કર્મચારી ઓ સહિત એચઆઈવી ગ્રસ્ત લાભાર્થી બાળકો ઉપસ્થિત રહ્યા હતા.