Kheda

કુણી ગામના ડુંગરે પાણીનો કકળાટ પાણી માટે મહિલાઓ આકરાપાણીએ

Published

on

(રીઝવાન દરિયાઈ (ગળતેશ્વર : ખેડા )

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગામડાઓમાં ઉનાળો આવતા મહિસાગર નદી નજીકના ગામોમાં રેતી અને માઈન્સો ના કારણે પાણીના સ્તર નિચા જઈ રહ્યા છે ત્યારે ઘણા ગામોમા પાણી ની અછત વર્તાઈ રહી છે ત્યારે કુણી જેવા ગામોમા લોકો ને પિવા માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે

Advertisement

ગળતેશ્વર તાલુકાની મોટી ગ્રામ પંચાયત એવી કુણી ગામે પાણી ની સમસ્યા વધી રહી છે કુણી ગામના ડુંગરા વિસ્તારમાં બે – કે ત્રણ દિવસ સુધી ગ્રામજનોને પાણી મળતુ નથી જેથી મનુષ્યો માટે પણ પીવાનું પાણી પણ રહેતુ નથી પશુઓ માટે તો વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે પાણી માટે ગામની મહિલાઓએ અડધો કિલોમીટર દૂર મહિ કેનાલ પાર કરી અન્ય ગામમા પાણી ભરવા માટે જવુ પડી રહ્યુ છે જે આકળા ખૂબ કષ્ટદાયી છે પાણી ની સમસ્યા એટલી ગંભીર છે કે ધોમધખતા તડકા માં નાની નાની દિકરીઓ સાથે વુધ્ધ મહિલાઓને પણ માટલા લઈને ચાલીને પાણી લાવી રહી છે

કુણી ગ્રામજનો વર્ષોથી પાણી માટે વહીવટી તંત્ર ને રજૂઆતો કરીને થાકી ગયા છે છતા પાણી માટે કોઈ યોગ્ય નિકાલ થતો નથી અને આખુ વર્ષ આવી જ પરિસ્થિતિ મા કુણી ગામની મહિલાઓ જીવી રહી છે.

Advertisement

સરકાર દ્વારા ગામડાઓમાં પાણી આપવા માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં કુણી ડુંગરારહીશો સાથે તંત્ર વેરોઆંતરો રાખી રહ્યું છે ત્યારે કુણી ગામના લોકોમાં રાજકીય આગેવાનો સામે રોષની લાગણી વ્યાપી છે જો ટૂક સમયમાં પાણી માટે વ્યવસ્થા ઉભી નય થાય તો ગ્રામજનો ગાંધી ચીંધયા માર્ગે જઈ આવેદનપત્ર આપી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
* ડુગરા વિસ્તાર થી અડધો કિલોમીટર દૂર કેનાલ પાર કરી, માથે પાણી લાવવા મજબૂર મહિલાઓ…

Advertisement

Trending

Exit mobile version