Panchmahal
વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુંદી ગામે વિધવા બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ
ઘોઘંબા તાલુકાના ગુંદી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગામની 48 જેટલી વિધવા મહિલાઓને મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદ દ્વારા રાશનકીટ અને સાડીઓનુ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું. 127 વિધાનસભા મત વિસ્તાર કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પોતાના ગામમાં જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને ઉપસ્થિત રહી સહાયનું વિતરણ કર્યું હતું. વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મીનાભાઈ રાઠવા તથા નિવૃત્ત શિક્ષક દિગ્વિજયસિંહ ચૌહાણ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. મૈત્રી મંડળ ટ્રસ્ટ દ્વારા પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં જરૂરથી જરૂરિયાત મંદો સુધી પહોંચી અને પ્રસંગે સેવાઓ આપવામાં આવી રહી છે.
મૈત્રી મંડળ ટ્રસ્ટ -મુંબઈ, વડોદરા, આણંદ સાથે સહયોગી બનેલા શિક્ષક રાજેશકુમાર એમ પટેલ દ્વારા વ્યક્તિગત સંપર્ક કરી લાભાર્થીઓની માહિતી મેળવી હતી અને હોળી ધૂળેટીના ધાર્મિક તહેવાર નિમિત્તે બહેનો ઉત્સાહથી તહેવાર ઉજવી શકે તે માટે ટ્રસ્ટ તરફથી મળેલ સામગ્રી લાભાર્થીઓ સુધી પહોંચાડી હતી. ગુંદી શાળાના શિક્ષક સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. રાજેશકુમાર એમ.પટેલ દ્વારા મહિલાઓને જણાવવામાં આવ્યું હતું કે માતાઓના આશીર્વાદથી જ સમગ્ર સૃષ્ટિનું દર્શન શક્ય છે. માતાઓએ બે પેઢીને ઉજાગર કરનાર એક નારી શક્તિ પણ કહી શકાય છે. મૈત્રી મંડળ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય સહાય કરવા બદલ ટ્રસ્ટ અને દાતાઓનો ધારાસભ્ય દ્વારા અને ગ્રામજનો તથા લાભાર્થી બહેનો દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.