Gujarat
75માં પ્રજાસત્તાક પર્વ નિમિતે નાલંદા સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ સારથીઓ,વાલીઓ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઇ

આજે જ્યારે સમગ્ર રાષ્ટ્ર આપણો 75 મો પ્રજાસત્તાક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે ત્યારે નાલંદા વિદ્યાલય માં મહાવીર ભાઈ કોઠારી ના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ નાલંદા પરિવારના શિક્ષકો વિદ્યાર્થીઓ સારથી ભાઈઓ તથા વાલીઓ પોત પોતાની ટીમ સાથે ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટ માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
જેમાં નાલંદા ગ્રુપ ઓફ સ્કુલ્સ પૈકી જરોદ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો. અંતમાં ગૌરવભાઈ અને મોન્ટુ ભાઈએ મેન ઓફ ધ મેચ અને વિનરને ટ્રોફી અર્પણ કરી. નેહલબેન જોશી એ સૌનો આભાર માનતા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા લેખિત દસ્તાવેજ એટલે આપણું બંધારણ જે રાષ્ટ્રમાં સર્વોચ્ચ સ્થાન પર છે તેની સમજ આપી સૌનો આભાર માન્યો.